________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલથી પણ જો મારા મુખેથી શિખીકુમારનું નામ બોલાઈ જાય તો એનું મુખ તમતમી જાય છે... આંખોમાંથી તણખા ખરે છે...”
ઘણું કહેવાય પૂજ્ય! ભયંકર વેરાનુબંધ કહેવાય. જનમોજનમના આ વેરાનુબંધ... દેવી જાલિનીને કઈ દુર્ગતિમાં લઈ જશે?”
નરક સિવાય બીજી એની કોઈ ગતિ નથી પિંગલ! એનું રૌદ્ર ધ્યાન... અત્યંત દૂર વિચારો... હું એને ઘરમાં લાવવાનો જ ન હતો. પરંતુ ઇન્દ્રશર્માના અત્યધિક અનુનયથી ઘરમાં એને પ્રવેશ આપ્યો...”
સર્વ જીવો કર્મવશ છે. પોતપોતાનાં કર્મોના આધારે આ ચૌદ રાજલોકમાં ભટકે છે...'
સાચી વાત છે તારી...' હવે આપણો ક્યારે પ્રયાણ કરવું છે?' “આવતી કાલે જ !”
આચાર્યશ્રી વિજયસિંહ અને આચાર્યશ્રી શિખીકુમાર, કૌશામ્બીથી લગભગ ત્રણસો યોજન દૂર વિશાખાપુરીમાં બિરાજમાન હતા. મહામંત્રી હમેશાં, શિખીકુમાર ક્યાં વિચરે છે, એ સમાચાર મેળવતા જ રહેતા હતા.
એક રથમાં મહામંત્રી અને પિંગલ સાથે બેઠા. બીજા રથમાં પરિચારકો, યાત્રામાં ઉપયોગી સામગ્રી સાથે બેઠા. ત્રીજા રથમાં પરિચારિકાઓ બેઠી... અને આગળપાછળ ચાર-ચાર શસ્ત્રસજ્જ અશ્વારોહી સૈનિકો ચાલ્યા. પ્રતિદિન પ્રભાતે તેઓ ચાલતા, મધ્યાહ્નવેળાએ ભજનાદિ માટે મુકામ કરતા. અને ચોથા પ્રહરમાં પુનઃ પ્રયાણ કરતાં. અંધારું થતાં તેઓ રાતવાસો યોગ્ય સ્થળે કરતા. કેટલાક દિવસોની યાત્રાના અંતે તેઓ વિશાખાપુરી પહોંચ્યા. વહેલી સવારે વિશાખાપુરી પહોંચી જવાનો કાર્યક્રમ બનાવી દીધો હતો.
આચાર્યદેવ વિશાખાપુરીના દક્ષિણ ભૂમિભાગ ઉપર આવેલા “ઋતુરાજ' ઉદ્યાનમાં બિરાજેલા હતા. મહામંત્રી વગેરેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો કે તેમના કાને કોયલોનું કલરવ-ગાન સંભળાયું. પૂર્વ દિશામાં પ્રકાશનું પહેલું કિરણ પોતાનો સ્પર્શ સ્વર્ણાચલ ફેલાવીને પ્રાત:કાલીન પવન સાથે રમત કરતું હતું. આકાશના તારાઓ પીળા પડીને એક પછી એક પોતાનું અસ્તિત્વ અદેશ્ય કરતા ચાલ્યા હતા. ઉદ્યાનમાં સર્વત્ર સુગંધિત... શીતલ સમીર સંતપ્ત તન-મનને શાતા પમાડી રહ્યો હતો.. પિંગલમાં સૂતેલો કવિ જાગી ગયો... તે બોલ્યો : “હે, પૂજ્ય, જુઓ તો.. પ્રકૃતિના આ સુંદર રૂપને જુઓ...! અહીં કેટલો ઉલ્લાસ છે! કેટલી શક્તિ છેઅને કેવું સૌન્દર્ય છે. સંપૂર્ણ જગતની ચિંતાઓ, તૃષ્ણાઓ અને અભિશાપથી ભરેલી હલચલથી દૂર. અતિ દૂર. અહીં નિષ્કલંક પવિત્ર જીવન જીવનારા સેંકડો મુનિઓ આત્મસાધનામાં કેવા નિમગ્ન છે!' શ્રી સમરાદિત્ય મહાકથા
૪પ૭
For Private And Personal Use Only