________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાની પાસે ઊભેલા વૃદ્ધ પ્રશાંત તાપસને કુલપતિએ કહ્યું : “જાઓ, એ મહાનુભાવ અગ્નિશર્માને બોલાવી લાવો.'
વૃદ્ધ તાપસે અગ્નિશર્મા પાસે જઈ, તેનું અભિવાદન કરીને કહ્યું : “મહાનુભાવ, આપને કુલપતિ યાદ કરે છે.”
અગ્નિશર્મા પોતાના આસનેથી ઊભો થયો અને વૃદ્ધ તાપસની સાથે કુલપતિ પાસે આવ્યો. કુલપતિએ પ્રેમથી એને આવકાર્યો, તેનો બહુમાનપૂર્વક હાથ પકડીને, પોતાની પાસે આસન પર બેસાડીને કહ્યું :
વત્સ, તું પારણું કર્યા વિના રાજમહેલેથી પાછો ફર્યો તેથી રાજા ઘણો સંતાપ કરે છે. તેનું હૃદય અપાર વ્યથા અનુભવે છે...” રાજા ગુણસેનની આંખો વરસવા લાગી... કુલપતિએ કહ્યું : “વત્સ, જો આ રાજા કેવું રુદન કરી રહ્યો છે. ગઈ કાલે એને ભયંકર શિરોવેદના ઉત્પન્ન થઈ હતી. વેદનાથી પરાધીન બનેલો રાજા તને બોલાવી ના શક્યો, તારો સત્કાર ન કરી શક્યો.. એમાં એ અપરાધી નથી.”
અગ્નિશર્માએ કહ્યું : સાચી વાત છે ભગવંત, રાજાએ સંતાપ ના કરવો જોઈએ.'
વત્સ, રાજા એમ કહે છે કે જ્યાં સુધી આ મહાતપસ્વી અગ્નિશમ મારા ઘરે પારણું નહીં કરે, ત્યાં સુધી મારો સંતાપ જવાનો નથી.'
અગ્નિશર્માએ કહ્યું : “ભગવંત, જેવી આપની આજ્ઞા. રાજા કારણ વિના સંતાપ કરે છે, કારણ કે તેણે મારું પરલોક-વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું નથી. તપોવૃદ્ધિમાં એ નિમિત્ત બન્યો છે.”
રાજા હર્ષ પામ્યો. તે બોલ્યો : “ખરેખર આ મહાત્માની કેવી અભુત મહાનુભાવતા છે! મારી ભૂલોને તે ઉપકારક માનીને, મને નિર્દોષ સિદ્ધ કરે છે!'
અગ્નિશમ આમ્રવૃક્ષની નીચે પોતાના આસન પર જઈને બેઠો અને આત્મધ્યાનમાં નિમગ્ન થયો.
રાજા ગુણસેન રાણી વસંતસેનાની સાથે રથમાં આરૂઢ થઈ નગરમાં પહોંચ્યા, રાજમહેલમાં જઈને આનંદ-પ્રમોદમાં નિમગ્ન થયા.
જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન યોગી પુરુષોને સમયનું ભાન રહેતું નથી. રંગ-રાગમાં નિમગ્ન ભોગી પુરુષોને પણ સમયનું ભાન રહેતું નથી. વર્ષોનાં વર્ષો વીતી જતાં વાર લાગતી નથી, તો એક મહિનાના ત્રીસ દિવસો પસાર થતાં કેટલી વાર લાગે? ૭૪
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only