________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિનો પૂરો થવામાં એક દિવસ બાકી છે. મહારાજા ગુણસેન રાણીને કહે છે : દેવી, આવતી કાલે પ્રભાતે મહાતપસ્વી અગ્નિશર્માનું પારણું છે. યાદ રાખજો.... એ મહાનુભાવ કાલે પ્રભાતે આપણે ત્યાં આવશે...”
નાથ, આપે યાદ કરાવ્યું તે સારું કર્યું. હું તો ખરેખર ભૂલી જ ગઈ હતી.” દ્વારપાલોને પણ સૂચના આપી દેવી જોઈએ.'
શા માટે નાથ? આપણે સ્વયં રાજમહેલના દ્વારે જઈને એ મહાત્માનું સ્વાગત કરીશું. મહેલમાં લાવીને એમની પૂજા કરીશું. ઉત્તમ ખાદ્ય પદાર્થોથી એમને પારણું કરાવીશું.'
બે મહિનાના ઉપવાસનું પારણું છે! ૬૦ ઉપવાસનું પારણું! અને બીજા જ દિવસથી વળી મહિનાના ઉપવાસ શરૂ થઈ જશે!'
એવા મહાતપસ્વીને આપણાં વંદન! કેટલા શાંત અને પ્રશાંત છે એ મહાત્મા! કેવી મધુર વાણી છે તેમની!”
આવા મહાત્માઓના આશીર્વાદ ક્યારેક અશક્યને શક્ય બનાવી દે છે ને અસંભવને સંભવિત બનાવી દે છે!' - રાજા-રાણી રાત્રિના પ્રથમ પ્રહરમાં અગ્નિશર્માના, કુલપતિના અને અન્ય તાપસોના ગુણોની પ્રશંસા કરતા રહ્યાં. બીજા પ્રહરમાં નિદ્રાધીન થયાં.
ચોથા પ્રહરના પ્રારંભે રાજા-રાણીએ નિદ્રાત્યાગ કરીને, અગ્નિશર્માના પારણાની તૈયારી કરવા રસોઈઘરના રસોઈયાને સૂચનાઓ આપી. એટલામાં મારતે ઘોડે બે સૈનિકો રાજમહેલના દ્વારે આવીને ઊભા.
જલદી દ્વાર ખોલો. મહારાજાને શીધ્ર મળવું છે.” દ્વારપાલે દ્વાર ખોલી નાંખ્યું. બે ઘોડેસ્વારી ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયા. ઘોડા દ્વારપાલને સોંપી... લગભગ દોડતા રાજમહેલમાં પ્રવેશ્યા શયનખંડની પરિચારિકાએ ખંડમાં પ્રવેશ કરીને રાજાને કહ્યું :
મહારાજા, યુદ્ધયાત્રામાં ગયેલા બે સૈનિકો આવેલા છે, તેઓ મંત્રણાગૃહમાં આપને તત્કાલ મળવા ઇચ્છે છે.' મહારાજા મંત્રણાગૃહમાં પહોંચ્યા. બંને સૈનિકોએ ઊભા થઈને મહારાજાનું અભિવાદન કર્યું.
મહારાજા સિંહાસન પર બેઠા. એક સૈનિકે પ્રણામ કરીને કહ્યું : “મહારાજા, ઘણા દુઃખદ સમાચાર લઈને આવ્યા છીએ.'
ગુણસેનના મુખ પર ચિંતાઓ ઘેરાઈ આવી.
આપણું સૈન્ય, બે પર્વતોની વચ્ચેના ભાગમાં રાત્રિના સમયે નિશ્ચિત બનીને વિશ્રામ કરી રહ્યું હતું, તે વખતે એ પ્રદેશના રાજા માનભંગે તેની સેના સાથે શ્રી સમરાદિત્ય મહાકથા
૭૫
For Private And Personal Use Only