________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસુંધરા, મારા આજ્ઞાંકિત જિતશત્રુ વગેરે સર્વે રાજાઓને શીઘ આ મંગલ સમાચાર કહેવરાવવા મંત્રીને કહે. અને મંત્રીને કહે કે નગરમાં ભવ્ય આનંદોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવે.’
વસુંધરાએ નમન કરીને કહ્યું : “મહારાજ, આપની આજ્ઞા પ્રતિહારીને કહીને, આ બધાં જ કાર્યો કરાવરાવું છું.” વસુંધરા પાસેથી રાજપુત્રના જન્મના શુભ સમાચાર મળતાં જ કે રાજસેવકોએ વિવિધ વાજિંત્રો વગાડવાં શરૂ કર્યા.
વિલાસિની સ્ત્રીઓનાં ટોળાંઓએ રાજમાર્ગો પર નૃત્ય શરૂ કર્યો. આ નગરની કુળવધૂઓ સુંદર વસ્ત્ર-અલંકારો ધારણ કરી, રાજમહેલના વિશાળ પટાંગણમાં ભેગી થઈ, હર્ષથી ઉન્મત્ત બની ગીતો ગાવા લાગી.
રાજપરિવારની વારાંગનાઓએ પોતાના વૃદ્ધ નોકરોને બચાવવા માંડ્યાં.. અને ખડખડાટ હાસ્ય કરતી, નોકરોની સાથે નાચવા લાગી.
કેટલાય યુવાનો રાજમાર્ગો પર આવી... તાલીઓ પાડીને જય જયકાર કરવા લાગ્યા.
મહારાજા ગુણસેને ઉદારતાથી દાન આપવા માંડ્યું.
રાજમહેલનું પટાંગણ હજારો સ્ત્રી-પુરુષોની અવરજવરથી ઊભરાવા લાગ્યું. નગરમાં સર્વત્ર આનંદોત્સવનાં મંડાણ થઈ ગયાં.
પ્રભાત થઈ ગયું હતું. બાળ સૂર્યનાં સોનેરી કિરણોએ આકાશને ઉજ્જવલ કરી દીધું હતું. વૃક્ષો પરથી ઊડતાં પક્ષીઓનાં મધુર ગાન શરૂ થઈ ગયાં હતાં... અને મહાતપસ્વી અગ્નિશર્માએ તપોવનમાંથી રાજમહેલ તરફ પ્રયાણ કરી દીધું
હતું.
તપોવનથી રાજમહેલ સુધીનો માર્ગ શણગારેલો હતો. માર્ગ પર સુગંધી જલનો છંટકાવ થયેલો હતો. ઠેર ઠેર સુંદર તોરણો લટકતાં હતાં. ધજાપતાકાઓની શોભા કરવામાં આવી હતી.
પ્રજા ઉત્સવઘેલી બનેલી હતી. રાજમહેલ, દેવેન્દ્રના મહેલની સ્પર્ધા કરતો હતો. અને અગ્નિશર્માએ રાજમહેલના પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો. ત્યાં મહાતપસ્વીનું સ્વાગત કરનાર કોઈ ઉપસ્થિત ન હતું.
હે મહાતપસ્વી પધારો, આપનું સ્વાગત છે.” એવો આવકાર આપનાર કોઈ હાજર ન હતું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only