________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપેલો છે. એમના મનમાં ઊંડે ઊંડે પણ મારા પ્રત્યે દુર્ભાવ ના રહે. એ રીતે મારે એમની સેવા-ભક્તિ કરવી છે.'
મહારાણી વસંતસેના સગર્ભા હતી. તેના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. ઊંડે ઊંડે મહારાણીને ભય હતો... “પારણાના દિવસે પ્રસૂતિ નહીં થાય ને? પહેલા પારણાને દિવસે મહારાજાને ભયંકર શિરોવેદના ઊપડી હતી, બીજા મહિનાના ઉપવાસના પારણે અચાનક યુદ્ધ-પ્રયાણ આવી પડ્યું હતું. આ વખતે આવું કોઈ પ્રસૂતિ જેવું વિગ્ન તો નહીં આવી પડે ને?' રાણીના મનમાં સંશય તો હતો જ, પરંતુ તે મહારાજાને આ વાત કરી ન હતી. “જો હું આવી શંકા વ્યક્ત કરીશ તો મહારાજાના મનના મનોરથો તૂટી પડશે.” એટલે રાણીએ પ્રસૂતિની વાત જ કાઢી ન હતી. અલબતું, પરિચારિકાઓને જાગ્રત કરી દીધી હતી.
મહારાજા ગુસેનના મનમાં તપોવન જ રમતું હતું. અગ્નિશર્મા અંગેના જ વિચારો રમતા હતા. વસંતસેનાની પ્રસૂતિ અંગે કોઈ વિચાર જ એમના મનમાં ઊઠ્યો ન હતો. માણસ ધારે છે શું અને બને છે શું!
૦ ૦ ૦ પારણાનો દિવસ આવી ગયો.
મહારાજા ગુણસેન એમના શયનખંડમાં હતા. નિદ્રાત્યાગ કરીને હજુ પલંગમાં બેઠા જ હતા, ત્યાં મહારાણી વસંતસેનાની પ્રિય પરિચારિકા વસુંધરાનો મધુર અવાજ સંભળાયો :
મહારાજા, હું આવી શકું છું?” આવી શકે છે.” વસુંધરાએ મહારાજાના ખંડમાં પ્રવેશ કરી, મસ્તકે અંજલિ રચીને હર્ષપૂર્ણ વદને વધામણી આપી : “મહારાજા, રાત્રિના અંતિમ પ્રહરમાં આપના અભ્યદય માટે પ્રજાના ભાગ્યથી મહારાણીએ પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યો છે...”
લાખો વર્ષોનો દીર્ઘકાળ પુત્રપ્રાપ્તિની ઝંખનામાં ગાળ્યો હતો. આજે એ ઝંખના પૂર્ણ થઈ હતી. રાજા ગુણસેન હર્ષથી રોમાંચિત થઈ ગયા. તેમના હૃદયમાં હર્ષ રમણે ચઢ્યો. તેઓ ઊભા થઈ ગયા અને શરીર પર જે આભૂષણો પહેરેલાં હતાં તે બધાં જ વસુંધરાને ભેટ આપી દીધાં, અને તેને કહ્યું :
“વસુંધરા, મારી આજ્ઞાથી તે નિકટસ્થ પ્રતિહારીને કહે કે તે કાલ-ધંટ વગડાવે. રાજ્યના સર્વ બંદીજનોને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવે. નગરમાં ઘોષણા કરવામાં આવે કે, “મહારાણી વસંતસેનાએ પુત્રરત્નને જન્મ આપ્યો છે, માટે હે પ્રજાજનો, આનંદો!
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only