________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુલપતિના નિર્દભ વાત્સલ્ય, અગ્નિશર્માના ઉપશાંત ભાવે અને તપોવનના સવે તાપસોના ગુણાનુરાગે રાજા ગુણસેનના અંતઃસંતાપને અને અપરાધ-ભાવને ધોઈ નાંખ્યો હતો. રાજા-રાણીના મનમાં તપોવન પ્રત્યે જાણે મમતા બંધાઈ ગઈ હતી. અગ્નિશર્માની કુશળપૃચ્છા કરીને પ્રતિદિન રાજા તેને માલ્યાર્પણ કરતા હતા. તેના શરીરે સેવકો દ્વારા ચંદનના વિલેપન કરાવતા હતા.
રોજ પારણાના દિવસો ગણતા હતા. જ્યારે પારણાને સપ્તાહ જ બાકી રહ્યું ત્યારે રાજાએ પોતાના મનમાં ઘડેલા મનોરથી રાણી વસંતસેના સમક્ષ પ્રગટ કરવા માંડ્યા.
દેવી, એ મહાન તપસ્વીનો પારણાનો મહોતસ્વ આપણે ભવ્યતાથી ઊજવીશું... મેં આજે મંત્રીને આદેશ આપ્યો છે કે તપોવનથી નગર સુધીનો માર્ગ સુંદર ધજાપતાકાઓથી અને કલાત્મક તોરણોથી શણગારવામાં આવે. માર્ગ પર સુગંધી જલનો છંટકાવ કરવામાં આવે. આ બંને કામ પારણાના ત્રણ દિવસ પૂર્વે થઈ જશે. જલછંટકાવ તો રોજ ચાલુ રહેશે.
દેવી, પારણાના દિવસે રાજ્યના કારાવાસના દરવાજા ખોલી નાંખવામાં આવશે. બંદીજનોને મુક્તિ આપીશ. નગરના સર્વે ગરીબોને એ દિવસે ભોજન આપીશ. તપોવનના સર્વે તપસ્વીઓનું, અગ્નિશર્માના પારણા પછી ઉચિત સ્વાગત કરીશ. | દેવી, તમે તો નહીં આવી શકો. પરંતુ હું પરિવાર સાથે એ તપસ્વીને લેવા માટે ચાલતો તપોવન જઈશ. રાજમહેલના દ્વારે તેમને સાચાં મોતીથી વધાવીશ. એ દિવસે મહેલને સ્વર્ગના વિમાન જેવો શણગારવામાં આવશે.
પછી આપણે એ તપસ્વીના ચરણો સુગંધ જલથી ધોઈશું. એમને કાષ્ઠાસન પર બેસાડીને, ઉત્તમ દ્રવ્યોથી પારણું કરાવીશ. તે પછી તાપસને પ્રાયોગ્ય ઉત્તમ ભગવાં વસ્ત્ર ઓઢાડીશું. એમના ગળામાં ગુલાબનાં અને મોગરાનાં પુષ્પોની માળા આરોપિત કરીશું. ગોશીર્ષ ચંદનથી એમના લલાટે અને બે હાથ પર વિલેપન કરીશું. તેમના શુભ આશીર્વાદ લઈને પછી તેમને તપોવન સુધી મૂકવા જઈશું!'
પ્રાણનાથ, આપના મનોરથ શુભ છે, શ્રેષ્ઠ છે. આ બધું આપ સરળતાથી કરી શકશો. આપના માટે બધું જ શક્ય છે, સંભવિત છે.'
દેવી, એ મહાત્માને, જ્યારે તે કિશોર અવસ્થામાં હતા, મેં એમને અતિ ત્રાસ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only