________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકો... પ્રજાજનો.. રાજપુરુષો.. બધા જ નાચી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, ફૂદી રહ્યા હતા. કોઈએ અગ્નિશર્મા સામે જોયું પણ નહીં...
અગ્નિશમનું ચિત્ત ખળભળી ઊઠયું. “આ બધું કોના માટે? કેવળ મારી મજાક છે આ, માત્ર ઉપહાસ છે મારો... ત્રણ-ત્રણ મહિનાના ઉપવાસનું પારણું ચૂકવવા માટે ઇરાદાપૂર્વક યોજાયેલો આ મહોત્સવ છે. ક્યાં છે એ ગુણસેન રાજા? ક્યાં છે એની રાણી અને ક્યાં છે એનો પરિવાર? મારે શા માટે અહીં ઊભા રહેવું જોઈએ?”
અગ્નિશર્માએ એક રોષપૂર્ણ દષ્ટિ રાજમહેલ પર નાંખી અને તત્કાલ ત્યાંથી પાછો ફરી ગયો. એ જ રાજમાર્ગ પરથી તે પાછો ચાલ્યો... કે જે માર્ગ પરથી તે આવ્યો હતો. રાજા પ્રત્યે ઊભી થયેલી પ્રશસ્ત ભાવનાઓની મનોહર ઇમારત જમીનદોસ્ત બની ગઈ. અને એની જગાએ અશુભ. કુત્સિત અને અતિ ઉગ્ર વિચારોનાં ભૂત ભટકવા લાગ્યાં.
બાલ્યકાળથી જ આ રાજાને મારા પ્રત્યે દ્વેષ છે, વૈરભાવ છે. ન કલ્પી શકાય તેવી શત્રુતા છે. કેવું અતિ ગુઢ એનું વર્તન છે! ત્રણ ત્રણ મહિનાથી એ મારી પાસે, કુલપતિ પાસે અને સર્વે તાપસી પાસે કેવું મીઠું-મીઠું બોલે છે! કેવી સેવા અને ભક્તિનો ડોળ કરે છે? નર્યો દંભ અને માત્ર માયા કરી રહ્યો છે. આ રીતે મારાં પારણાં ચૂકવીને, એ મને મૃત્યુના મુખમાં ધકેલી દેવાની ક્રૂર રમત રમી રહ્યો છે. હું પણ એને જોઈ લઈશ.' વિચારોનો વાવંટોળ, અગ્નિશમને ધક્કા મારતો તપોવનના દ્વારે લઈ આવ્યો. છેક્રોધ અને અભિમાને તેને ભરડો દીધો હતો. જ પરલોક અને પરમાર્થની વાસના ચાલી ગઈ હતી. ધર્મશ્રદ્ધાથી એ ભ્રષ્ટ બની ગયો હતો. સર્વ દુઃખોમાં મૂળભૂત “અમૈત્રી' તેનામાં જાગી ગઈ હતી. જ દેહને અત્યંત પીડા કરનારી તીવ્ર સુધાથી તે પીડાયો હતો. છે રાજા ગુણસેન પ્રત્યે તીવ્ર દ્વેષ તેના મનમાં ધોળાતો હતો.
મૂઢ બની ગયો અગ્નિશર્મા. તેણે મનોમન સંકલ્પ કર્યો : “લાખો વર્ષપર્યત પાળેલાં વ્રતોનું અને કરેલી ઘોર તપશ્ચર્યાનું જો કોઈ મને ફળ મળવાનું હોય તો મારે એક જ ફળ જોઈએ છે : ભવોભવ હું આ દુષ્ટ રાજા ગુણસેનને મારનારો બનું, એના પ્રાણ લેનારો બનું, એનો વધ કરનારો બનું...'
દાંત કચકચાવીને તે સ્વગત બોલે છે : સ્વજનોનું પ્રિય અને દુશ્મનનું જે અપ્રિય નથી કરતો. તેનો જન્મ વ્યર્થ છે, આ રાજા મારો દુશ્મન છે. એ પાપી-દુષ્ટ રાજાને હું જીવતો સળગાવી દઈશ. એનું નામ-નિશાન મિટાવી દઈશ. એની પાસે રાજસત્તાની
(
M
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only