________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તપોવનની બહાર જ રથને ઊભો રાખી, રાજા-રાણી રથમાંથી ઊતરી ગયાં. પગે ચાલીને તેઓ તપોવનમાં ગયાં. તપોવનના સર્વ તાપસોએ રાજા-રાણીને તપોવનમાં પ્રવેશતાં જોયાં. સહુ કુલપતિના નિવાસ તરફ ચાલ્યાં. સર્વે તાપસોના હૃદયમાં રાજા પ્રત્યે સ્નેહ અને સદૂભાવ હતો. લજ્જા અને વિનયથી નતમસ્તક બનેલા રાજાના પ્રત્યે સહુ તાપસોનાં હૃદયમાં સહાનુભૂતિ પ્રગટી હતી.
રાજાએ કુલપતિ વગેરે તાપસોનાં દર્શન કર્યાં.
કુલપતિને રાજાએ વિધિપૂર્વક પ્રણામ કર્યાં,
કુલપતિએ અને સર્વ તાપસોએ રાજાને આશીર્વાદ આપ્યા. એક વયોવૃદ્ધ તાપસે રાજાનું અભિવાદન કરતાં કહ્યું : ‘રાજન, આ આસન પર બેસો, અમે સહુ તમારું સ્વાગત કરીએ છીએ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાના મુખ પર લજ્જા અને ગ્લાનિની રેખાઓ ઊપસી આવી હતી, તે નતમસ્તકે આસન પર બેઠો... પરંતુ કુલપતિની સામે જોવાની તેનામાં હિંમત રહી ન હતી. રાજાની આવી ઉદ્વિગ્નતા જોઈને કુલપતિએ પૂછ્યું :
‘હે વત્સ, તમે આટલા ઉદ્વિગ્ન કેમ દેખાઓ છો? કહેવા યોગ્ય હોય તો ચિંતાનું કારણ બતાવો.’
રાજાએ કહ્યું : ‘આપ ભગવંત પાસે છુપાવવાનું શું હોય? વળી, ન કહી શકાય એવી વાત લઈને, ઉદ્વિગ્ન મનુષ્ય તપોવનમાં આવવું પણ ન જોઈએ.'
કુલપતિએ કહ્યું : ‘રાજન, તમારો વિવેક યોગ્ય છે. હવે ચિંતાનું કારણ કહો.' ‘પ્રો, આપની આજ્ઞા છે, તો કહું છું... અન્યથા આવું નિર્દય ચરિત્ર આપને કેવી રીતે કહી શકાય?'
‘વત્સ, તપસ્વીજનો સર્વ જીવો પ્રત્યે માતા-સમાન હોય છે. માની પાસે બાળક શરમ રાખે ખરો? માટે તારે મારી આગળ શરમ રાખવાનું કોઈ પ્રયોજન નથી. જે હોય તે કહે. સાચું કારણ જાણીને કોઈ પણ ઉપાયથી હું તારો ઉદ્વેગ દૂર કરી શકું.'
‘ભગવંત, તો હું મારું હૃદય આપની આગળ ખોલી નાખું છું.’
હું દુર્જન અને અવિચારી છું. તરુણ અવસ્થામાં આ અગ્નિશર્માને મેં ખૂબ રંજાડ્યો હતો, અતિ ત્રાસ આપેલો હતો... મારાથી કંટાળીને એ ક્ષિતિપ્રતિષ્ઠિત નગર છોડી ગયો હતો... અને એ આ તપોવનમાં આવી તાપસ બન્યો... ભગવંત, આવા ઉત્તમ વ્રતને ધારણ કરનારા સાથે મેં હજુ પણ... લાખો વર્ષ વીતી ગયા પછી પણ... દુર્જનતા દાખવી... અયોગ્ય આચરણ કર્યું... તેથી હું ખૂબ જ ઉદ્વેગ પામ્યો છું.’
હર
કુલપતિએ વાત્સલ્યભાવથી કહ્યું : ‘વત્સ, જો એમ જ છે, તો સંતાપ કરવો છોડી દે. જો તારા નિમિત્તે અગ્નિશમ્યું તાપસ થયો છે તો તું જ તેનો ધર્મપ્રવર્તક અને
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only