________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી સુમતિસાગરની કુનેહ સફળ થઈ. કુસુમાવલીનો દોહદ પૂર્ણ થયો. પરંતુ ત્યાર પછી કુસુમાવલી અત્યંત વ્યથિત થઈ ગઈ. તેણે કલ્પાંત કરી મૂક્યો. મહામંત્રીને તેણે કહ્યું : “મને મહારાજાના દર્શન કરાવો..”
દેવી, વૈદ્યો ઘા ભરી રહ્યા છે. એક ઘટિકા પછી તમને એમની પાસે લઈ જઈશ. દર્શન કરાવીશ. વિશ્વાસ રાખો. મહારાજા જીવંત છે.'
એક ઘટિકા પછી મહામંત્રી કુસુમાવલીને મહારાજાના શયનખંડમાં લઈ ગયા. મહારાજાની આંખો ખુલ્લી હતી. કુસુમાવલીએ પ્રણામ કર્યા. મહારાજાએ આંખોથી જ પ્રત્યુત્તર આપી દીધો. મહામંત્રીએ કુસુમાવલીને બહાર નીકળી જવાનો સંકેત આપ્યો.
રાણી અને મંત્રી, બંને બહાર આવ્યા. મંત્રીએ રાણીને કહ્યું: “આપણે એકાંતમાં થોડી વાતો કરી લઈએ.’
મારા શયનગૃહમાં જ પધારો. રાણી ઝડપથી આગળ ચાલી. તેણે બધી સખીઓને અને દાસીઓને બહાર મોકલી. મહામંત્રીએ પ્રવેશ કર્યો. રાણીએ મહામંત્રીને બેસવા ભદ્રાસન આપ્યું. પોતે એક બીજા ભદ્રાસન ઉપર બેસી.
મહાદેવી, હવે જન્મ સમયે શું કરવું. એ અંગે વિચારણા કરી લેવી જોઈએ.” સાચી વાત છે આપની. પ્રસુતિનો સમય નજીક આવે છે.” આપની ઇચ્છા પુત્રનો ત્યાગ કરવાની છે ને?' અવશ્ય..” “પછી આપને દુઃખ નહીં થાય ને?”
જરાય નહીં. જો આવો પિતૃઘાતક પુત્ર મને ખપતો હોત તો હું ગર્ભપાત કરવા આકાશ-પાતાળ એક ના કરત. પણ હવે જ્યારે જન્મ આપવો જ પડે એમ છે ત્યારે હું એને ક્ષણવાર પણ મારી પાસે રાખવા ઇચ્છતી નથી.'
આ આપનો છેલ્લો નિર્ણય છે ને?” હા જી.” “તો પછી મારી એક સૂચના બરાબર ધ્યાનમાં લઈ લો. પુત્રનો જન્મ થયા પછી પહેલા સમાચાર મને મળવા જોઈએ, મહારાજાને જાણ નહીં કરવાની.'
3૧૨
ભાગ-૧ ( ભવ બીજો
For Private And Personal Use Only