________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીએ અત્યંત વિશ્વાસપાત્ર કારીગરને બોલાવીને કૃત્રિમ આંતરડાં બનાવવાની રીત સમજાવી. “પેટમાંથી નીકળેલું આંતરડું કેવું લોહી અને માંસવાળું હોય, તેવું જ આંતરડું બનાવવાનું. ચાર આંતરડા બનાવવાનાં. પેટ ઉપર બાંધી શકાય... છતાં બાંધેલાં છે, એની ખબર ના પડે... એવી કૃત્રિમ ચામડીથી બાંધવાના, બસ, આટલું કરવાનું. એ પછી આંતરડાં કાઢવાનું કામ હું કરીશ. આવતીકાલે રાત સુધીમાં જોઈએ, બધાં જ દ્રવ્યો ભક્ષ્ય વાપરવાનાં....”
મહામંત્રીએ એક હજાર સોનામહોરોની થેલી આપી. કારીગર ખુશ થયો. મહામંત્રીની વિદાય લઈ તે ચાલ્યો ગયો.
મહામંત્રી રાજમહેલમાં આવ્યા. કુસુમાવલીના શયનખંડ પાસે પહોંચીને બહાર ઊભેલી પ્રિયંકરાને કહ્યું : “મહાદેવીને જાણ કર, મારે એમને મળવું છે.'
પ્રિયંકરાએ ખંડમાં જઈ કુસુમાવલને મહામંત્રીના આગમનની વાત કરી. કુસુમાવલીએ કહ્યું : “મહામંત્રીને આદરપૂર્વક અંદર લઈ આવ.”
કુસુમાવલીએ પોતાનાં વસ્ત્ર ઠીક કર્યો. વાળનો જુડો ઠીક કર્યો અને પલંગ ઉપરથી ઊતરીને ભદ્રાસન પર બેસી,
મહામંત્રીએ મહારાણીએ પ્રણામ કર્યા. કુસુમાવલીએ પણ મહામંત્રીને પ્રણામ કર્યા. મદનરેખા વગેરેને બહાર જવા સંકેત કર્યો, અને વાતનો પ્રારંભ કર્યો :
દેવીજ્યાં સુધી આપનો દોહદ પૂરો નહીં થાય, ત્યાં સુધી આ શરીર વધારે કૃશ થતું જવાનું. માટે દેહદ પૂરો કરવો પડશે. મને મહારાજાએ વાત કરી છે. તમારો દેહદ પૂર્ણ કરીશ.'
કેવી રીતે? શું આંતરડાં કાઢ્યા પછી મહારાજા જીવિત રહી શકે? મહારાજાની હત્યા કરીને મારે જીવવું નથી....”
આપની ભાવના સાથે હું સંમત થાઉં છું દેવી, પરંતુ મહારાજાના પ્રાણ સુરક્ષિત રહે... એ રીતે હું જાતે આંતરડાં કાઢીને આપું તો? પછી મહારાજાને તરત કુશળ વૈદ્ય સારવાર આપશે..... તેમનો ઘા ભરાઈ જશે! તેઓ સારા થઈ જશે, આપનો દોહદ પૂર્ણ થઈ જશે...'
કુસુમાવલીએ સંમતિ આપીને પૂછ્યું : “ઠીક છે, દોહદ પૂરો થઈ જશે, પરંતુ એ બાળક જન્મ્યા પછી... એના પિતાનું અહિત કરનારો બનવાનો જ.... માટે એને જન્મ આપીને જીવતો રાખવા નથી ઇચ્છતી...”
“ભલે, એ જીવનો જન્મ થયા પછી શું કરવું તેનો વિચાર આપણે પછી કરીશું. તમારી જે પ્રમાણે ઇચ્છા હશે, તે પ્રમાણે કરીશ...' “તો આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું....' ઉપકાર નહીં દેવી, આ સેવકનું કર્તવ્ય છે... કર્તવ્યનું પાલન કરીશ...”
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૧૧
For Private And Personal Use Only