________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને વિશ્વાસ છે કે જો હું મારાં માતા-પિતાને મારી આ ઇચ્છા જણાવું તો જરાય વિલંબ કર્યા વિના તેઓ રાજા લક્ષ્મીકાંત પાસે કુસુમાવલીની માગણી કરે છે.'
સિંહકુમારનો વલોપાત વધતો જતો હતો. આજે પોતાના મહેલની બહાર પણ ન ગયો. પરિચારિકા વસંતા ચબરાક દાસી હતી. એને ગંધ તો આવી જ ગઈ હતી. કુસુમાવલીની સખી કુમારને મળવા આવી હતી, ત્યારથી એનું વિચારતંત્ર ઝડપથી કામે લાગી ગયું હતું. તેના મનમાં કુમાર પ્રત્યે ખૂબ સદ્ભાવ હતો. આજે સાંજે કુમારે દુગ્ધપાન નહોતું કર્યું અને ભોજન માટે પણ ના પાડી દીધી હતી, તેથી વસંતાનું મન વધારે વ્યથિત બન્યું હતું.
વસંતાએ રાજા-રાણીના પ્રત્યાઘાતો જાણવાનો નિર્ણય કર્યો. પોતાની જગાએ બીજી દાસીને મૂકી, તે રાણી-શ્રીકાન્તા પાસે પહોંચી ગઈ. રાણી શ્રીકાંતાને વસંતા પર વધારે હેત હતું.
શ્રીકાંતાએ તરત વસંતાને પૂછ્યું : “વસંતા, આજે સાંજે કુમારે ભોજન નથી કર્યું? એણે કહેવરાવ્યું કે મને અત્યારે ભોજન કરવાની રુચિ નથી... શું કુમારનું સ્વાથ્ય બરાબર નથી? સારું થયું તું અહીં આવી ગઈ, નહીંતર હું જાતે ત્યાં આવવાની હતી... વળી, આજે મધ્યાહ્નના ભોજન પછી કુમાર મને મળ્યો પણ નથી...”
મને પણ સિંહ મળ્યો નથી આજે, દેવી!” મહારાજા પુરુષદત્તે, મહારાણીના ખંડમાં પ્રવેશ કરતાં કહ્યું. મહારાણી ઊભાં થઈ ગયાં. વસંતા પણ એક બાજુ ખૂણામાં જઈને ઊભી રહી. મહારાજા સિંહાસન પર બેઠા, બાજુમાં ભદ્રાસન ઉપર મહારાણી શ્રીકાંતા બેઠી. કુમારે કહેવરાવ્યું કે તેનું સ્વાચ્ય બરાબર નથી. તેથી એણે ભોજન નથી કર્યું.'
દેવી, તનનું સ્વાચ્ય બરાબર નથી કે મનનું? હવે કુમાર યુવાન છે. યુવાન પુત્રપુત્રીઓની માનસિક સ્થિતિ ક્યારેક ક્યારેક અસ્વસ્થ બનતી હોય છે માટે કુમાર અંગે આપણે કંઈક વિચારવું જોઈએ.”
વસંતા વિવેકની ખાતર ધીરે ધીરે ખંડની બહાર નીકળી ગઈ. પરંતુ દરવાજા પાસે આડશમાં ઊભી રહી. એને રાજા-રાણીનો વાર્તાલાપ સાંભળવો હતો.
શું વિચારવાનું કહો છો આપ?' કુમારના માટે યોગ્ય રાજકન્યા શોધવી પડશે ને!” સાચી વાત છે, આપની સ્વામીનાથ!” શું કોઈ રાજકન્યા તમારા ધ્યાનમાં છે?” રાણી શ્રીકાંતા વિચારવા લાગી. એણે જોયેલી રાજકન્યાઓ એની કલ્પનાઓમાંથી પસાર થવા લાગી, પરંતુ કુમાર માટે યોગ્ય કન્યા એની કલ્પનામાં ના આવી!'
“સ્વામીનાથ, મને તો કોઈ કન્યા જડતી નથી!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only