________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નું પુરુષ તરફનું આકર્ષણ, પુરુષનું સ્ત્રી તરફનું આકર્ષણ સહજ-સ્વાભાવિક હોય છે. દેવ હોય, મનુષ્ય હોય કે પશુ-પક્ષી હોય.
જ્યારે એ આકર્ષણ તીવ્ર બને છે ત્યારે જીવાત્માને બેચેન બનાવે છે. સિંહકુમાર, એના જીવનમાં પ્રથમવાર જ કુસુમાવલી તરફ આકર્ષાયો હતો. તેના ચિત્તમાં વિકારો અંકુરિત થયા હતા. એમાંય કુસુમાવલીનો સંદેશો મળ્યા પછી તેના સમગ્ર ચિત્તતંત્ર ઉપર કુસુમાવલી છવાઈ ગઈ હતી.
“લગ્ન કરવાં તો કુસુમાવલી સાથે જ કરવાં છે.” આ એનો નિર્ણય થઈ ગયો. પરંતુ એ કાળે પુત્ર-પુત્રીઓનાં લગ્નનો અંતિમ નિર્ણય માતા-પિતા કરતાં હતાં. અલબત્ત, પુત્ર-પુત્રીઓ મોટાભાગે માતાની સમક્ષ પોતાની પસંદગીની વ્યક્તિ બતાવી શકતી હતી.
સિંહકુમારના મનમાં મોટી ગડમથલ શરૂ થઈ ગઈ : “મારે પિતાજીને વાત કેવી રીતે કરવી? અલબત્ત, મને મારાં માતા-પિતા ઉપર વિશ્વાસ છે કે તેઓ મારી ઇચ્છા મુજબ જ કન્યાની પસંદગી કરશે. અત્યાર સુધીમાં ક્યારેય તેમણે મારું મન દૂભવ્યું નથી. મારી દરેક ઇચ્છાને તેમણે પૂર્ણ કરી છે. પ્રશ્ન એક જ છે : વાત એમના સુધી પહોંચાડવી કેવી રીતે? બહુ નાજુક વાત છે આ, અત્યાર સુધીમાં ક્યારે પણ આ વાત નથી માતાએ કાઢી કે નથી પિતાજીએ કાઢી. હા, મારી અનુપસ્થિતિમાં તેઓ પરસ્પર આ વિષયમાં વિચારતાં હોય, તો હું જાણતો નથી કે જાણવાનો વિચાર પણ મને આવ્યો નથી.”
પોતાના શયનગૃહમાં આંટા મારતા-મારતાં એ ઉપાયને શોધવા લાગ્યો. તેને કોઈ ઉપાય જડતો નથી. બીજી બાજુ એના ચિત્તમાં, ઉદ્યાનના લતામંડપમાં થયેલા મેળાપનો પ્રસંગ આંખ સામે તરવરે છે.
કુસુમાવલીની સખીએ મને રતિરહિત કામદેવ” કહીને બોલાવ્યો. શું આ શબ્દો કસમાવલી તરફનો સંકેત નહોતા કરતા કરતા જ હતા. વળી આજે કુસુમાવલીનો સંદેશો પણ મળ્યો... એ મને પૂર્ણ રીતે ચાહે છે. એ મનથી મને વરી ચૂકી છે. હવે એ મારો વિરહ લાંબો સમય સહન નહીં કરી શકે. કારણ કે એ રાજકુમારી છે... રાજકુમારો અને રાજકુમારીઓની આ ટેવ હોય છે કે એમને જે ઇચ્છા થાય તે જલદી પૂરી થવી જોઈએ! ઇચ્છાપૂર્તિમાં એ વિલંબ સહન કરી શકતાં નથી. અને મોટા ભાગે રાજા-રાણી પણ પોતાના સંતાનોને ખૂબ ચાહતાં હોય છે એટલે એમની ઇચ્છાઓ તરત જ પૂર્ણ કરતાં હોય છે. ૧૯૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only