________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિચારિકાએ મદનરેખાને કહ્યું : ‘તારે મળવું છે ને રાજકુમારને? હું તને મેળવી આપું!’
‘પણ મારે તો આવતી કાલે જ મળવું છે!'
‘આવતીકાલે મેળવી આપું! તું આવતીકાલ મધ્યાહ્ન કાળે આવ. મહારાજ કુમાર ભોજનથી નિવૃત્ત થઈને, મહેલની નીચેના પૂર્વ દિશા તરફના ઉદ્યાનમાં એકાદ ટિકા ટહેલતા હોય છે! એ વખતે હું તને એમની પાસે લઈ જઈશ. તારી ઓળખાણ કરાવીને હું નીકળી જઈશ.'
યોજના ગોઠવાઈ ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનરેખા, નિર્ધારિત સમયે સિંહકુમારના મહેલમાં પહોંચી ગઈ. પરિચારિકા વસંતાને મળી. વસંતાએ ઇશારાથી એને જણાવી દીધું કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે.
સિંહકુમાર નિત્યક્રમ મુજબ ભોજનથી નિવૃત્ત થઈને રાજમહેલના પૂર્વ દિશાના ઉદ્યાનમાં પહોંચી ગયા, ત્યાં વસંતા મદનરેખાને લઈને પહોંચી ગઈ. સિંહકુમારે બંનેને જોઈ. તે ઊભા રહી ગયા.
બંનેએ આવીને સિંહકુમારને પ્રણામ કર્યાં. વસંતાએ કહ્યું : ‘આ મદનરેખા છે. મહારાજા લક્ષ્મીકાન્તની રાજકુમારી કુસુમાવલીની અંતરંગ સખી છે. એ આપને મળવા આવી છે.’
શ્રી સમરાદિત્ય મહાકથા
એમ કહીને વસંતા ચાલી ગઈ.
મદનરેખાએ રાજકુમારનું પુનઃ અભિવાદન કરીને કહ્યું :
‘હે મહારાજકુમાર, મારી સ્વામીની કુસુમાવલીનું મન આપે હરી લીધું છે. એ આપના જ ધ્યાનમાં લીન છે... આપને તે ઝંખે છે... આપના વિરહથી તે વ્યાકુળ છે... બસ, આટલો એમનો સંદેશ આપવા આવી છું.’
‘મદનરેખા, જેવી એની સ્થિતિ થઈ છે, એવી જ મારી સ્થિતિ બની છે... એને કહેજે કે હું એને હૃદયથી ચાહું છું. થોડા દિવસોમાં જ હું એને મળીશ... ત્યારે મને, એ પોતાનાં બનાવેલાં શ્રેષ્ઠ ચિત્રો બતાવે, એમ કહેજે,’ કુમારે ગળામાંથી મૂલ્યવાન હાર કાઢીને મદનરેખાને ભેટ આપ્યો.
For Private And Personal Use Only
૧૯૩