________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી એક જ ઇચ્છા શેષ રહી છે... અને એ ક્યારે પૂર્ણ થશે...” કુસુમાવલીનો સ્વર ભીનો થઈ ગયો. કહો, નિઃસંકોચ કહો.. કઈ ઇચ્છા છે એ..” વારસદારની... પુત્રની!'
ઓહો.... હવે સમજાણી વાત. પરંતુ દેવી, આ ઇચ્છા થઈ જવી સ્વાભાવિક છે, પણ પૂર્ણ કરવાનું મનુષ્યના હાથમાં નથી.'
નાથ, સાચી વાત છે. આ ઇચ્છા દૈવી શક્તિ પૂર્ણ કરી શકે છે ને? આપણે કુળદેવતાની પૂજા કરીએ..?' , “કરીએ, પરંતુ જો આપણે પુત્ર-પ્રાપ્તિ કરાવી આપનારું પુણ્યકર્મ આત્મામાં પડેલું જ નહીં હોય તો ક્ષેત્રદેવતા... કે કુળદેવતા... કોઈ પણ દેવ-દેવી પુત્ર નહીં આપી શકે.. હા, પુણ્યકર્મ હશે આપણું, તો એની આડેનું આવરણ જરૂર દૂર કરી શકશે!
“તો આપણે કુળ-દેવતાની પૂજા કરીએ..?” ‘દેવી, તમને પુત્રમાં સુખનાં દર્શન થાય છે, ખરું?” “હા, નાથ!” ‘પુત્ર સુખ જ આપે, એવું માનો છો?'
ના, ના પણ આપે...” “તો પછી...?”
મોહ છે આ સ્વામીનાથ, જાણું છું આ મિથ્યા મોહ છે. છતાં અનાદિકાલીન વાસનાઓથી વાસિત મન... એ તરફ આકર્ષાય છે. જેમ તરસ્યું હરણ ઝાંઝવાનાં જળ તરફ દોડે છે એ રીતે.. નાથ, માતાજી-પિતાજીએ ગૃહત્યાગ કર્યો છે, ત્યારથી મારા મનમાં આ ઇચ્છા જોર કરી રહી છે. “મારે પુત્ર જોઈએ, મારે આ રાજ્યનો વારસદાર જોઈએ.' સમજાતું નથી કે મને શું થઈ ગયું છે..?”
દેવી, મનુષ્ય ગમે તેવો બુદ્ધિશાળી હોય, શક્તિશાળી હોય... છતાં એ પૂર્વજન્મોનાં કર્મોનો દાસ છે. મનુષ્યનું સમગ્ર જીવન એનાં પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મોને આધીન છે... ઇચ્છા ઉત્પન્ન થવી... અને ઇચ્છા પૂર્ણ થવી - બંને વાતો કર્મોની જ પ્રેરણા છે. ઇચ્છા પૂર્ણ થાય તે કર્મોની પ્રેરણા, ઇચ્છા પૂર્ણ ના થાય, એ પણ કર્મોની પ્રેરણા!”
“તો પછી મનુષ્યનો પુરુષાર્થ અર્થહીન હોય છે?
REO
ભાગ-૧ ૪ ભવ બીજે
For Private And Personal Use Only