________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્ર નિમિત્ત!” કાર્યસિદ્ધિમાં નિમિત્ત કારણ હોય છે ને?”
હોય છે, પણ એ ગૌણ હોય છે... હા, આત્મકલ્યાણના માર્ગમાં પુરુષાર્થની પ્રધાનતા રહેલી છે. ભૌતિક સુખોની પ્રાપ્તિમાં કર્મોની પ્રધાનતા રહેલી છે..'
“મારી ઇચ્છા અનુચિત તો નથી ને સ્વામિનું?' રાજાની લાંબી વાત સાંભળીને કુસુમાવલીને શંકા પડી કે મારી ઇચ્છા શું ઉચિત નથી.. કે જેથી મહારાજા મને આ તત્ત્વજ્ઞાન સમજાવે છે?”
ઉચિત-અનુચિતનો આ પ્રશ્ન નથી... ઇચ્છા પૂર્ણ થવાની તીવ્ર ભાવનાનો પ્રશ્ન છે. જે વાત પરાધીન હોય, તેની ઇચ્છા તીવ્ર ના હોવી જોઈએ! ઇચ્છાઓ તો જાણવાની! એ ઇચ્છાઓ આપણા નિર્મળ જીવનપ્રવાહને ડહોળી નાંખનારી ના જોઈએ. આપણા ચિત્તને અસ્વસ્થ બનાવનારી ના જોઈએ.... જુઓને દેવી, તમારી ઇચ્છાએ તમારા શરીરની કેવી અવદશા કરી મૂકી છે?
આંખોમાં ઉદાસી... મુખ પર વિષાદ.. હૃદયમાં વેદના... આ બધું ના જોઈએ. રાજમાર્ગ ઉપરની ચહલપહલ વધતી જતી હતી.
રાજા-રાણી ઊભાં થયાં. મહેલની અંદર આવ્યાં. સિંહ રાજાને લાગ્યું “કુસુમાવલીના મનનો ભાર ઓછો થયો નથી. તીવ્ર ઇચ્છાઓને તત્ત્વજ્ઞાનથી હળવી કરી શકાતી નથી. તે માટે જોઈએ તે વ્યક્તિ પ્રત્યેની સહાનુભૂતિ અને ઇચ્છામાં ભાગીદારી.
શયનખંડમાં, પ્રવેશતાં જ રાજાએ હસતાં હસતાં કહ્યું : “દેવી, મારા મનમાં પણ ક્યારેક ક્યારેક પુત્રેચ્છા જાગે છે! અને મને યાદ છે, ત્યાં સુધી બે-ચાર વખત મેં તમને કહ્યું પણ છે..?”
પહેલાં... કેટલાંક વર્ષો પહેલાં... કે જ્યારે મારા મનમાં એ ઇચ્છા પ્રબળ ન
હતી!'
આપણે આવતીકાલે જ રાજપુરોહિતને બોલાવીને, આ અંગે શું શું દૈવી વિધાનો કરવાં જોઈએ, એ પૂછીએ. વિધિપૂર્વક કરેલું અનુષ્ઠાન ફળ આપે છે...'
નાથ!' બોલો દેવી!”
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૧
For Private And Personal Use Only