________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાળની ગતિ અવિરત હોય છે. કાળનો માર્ગ કોઈ અવરુદ્ધ કરી શકતું નથી... એની ગતિ અનંત છે. એની સ્થિતિ અનંત છે. એનો ભૂતકાળ અનંત છે, એનું ભવિષ્ય અનંત છે... દરેક જડચેતન દ્રવ્ય ૫૨ એનો ભારે પ્રભાવ છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર અને કુસુમાવલીના દાંપત્યજીવનનાં હજારો વર્ષ વીતી ગયાં હતાં. મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યોનાં આયુષ્ય લાખો-કરોડો વર્ષોનાં હોય છે. પરંતુ ત્યાં ‘સુખ’ ઘણું હોવાથી વર્ષો પસાર થઈ જાય... ખબર ના પડે.
રાજા-રાણીએ દીક્ષા લીધી ત્યાં સુધી સિંહકુમાર-કુસુમાવી નિઃસંતાન હતાં... પરંતુ ત્યાં સુધી સંતાનપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા પણ જાગી ન હતી! અલબત્ત, ઘણીવાર કુસુમાવલી આ વાત કાઢતી પરંતુ સિંહકુમાર એ વાતને મહત્ત્વ નહોતો આપતો.
ન
હવે જ્યારે તેઓ ‘રાજા-રાણી’ બન્યાં ત્યારે વારસદારનો વિચાર તીવ્ર બનવા લાગ્યો. એ પણ કુસુમાવલીને. સિંહકુમારને એ વિચાર એટલો સતાવતો ન હતો.
એક દિવસે જ્યારે રાજા-રાણી રાજમાર્ગ ઉપરના પ્રાસાદની અટ્ટાલિકામાં બેઠાં હતાં, સંધ્યા ઢળી ગઈ હતી. દિવસની ગરમી ઘટી ગયા પછી જયપુરની સડકો ઉપર સામન્તોના રથ ઊમટી પડ્યા હતા, માલણો ફૂલોના હાર સામન્ત-યુવકોને પહેરાવી રહી હતી. યુવક અને યુવતીઓ શીતલ અને સુવાસિત શરબતનાં પાત્ર ભરી-ભરીને પી રહ્યાં હતાં... ચારે બાજુ વિલાસ અને ઉલ્લાસનું વાતાવરણ હતું... રાજમાર્ગ જાણે ઉત્સવનું કેન્દ્ર બની ગયો હતો.
સિંહરાજાએ કુસુમાવલી સામે જોયું... કુસુમાવલીની દૃષ્ટિ રાજમાર્ગ તરફ હતી, પરંતુ વિચારો બીજા જ ચાલતા હતા. એના વિચારોનું પ્રતિબિંબ એના મુખ ઉપર પડતું હતું. તેનું ગૌર મુખ કંઈક પીળું લાગતું હતું. તેની તેજસ્વી આંખોમાં ઉદાસીનતા આવીને બેસી ગઈ હતી...
‘દેવી!’ સિંહ રાજાએ મૌન તોડ્યું.
‘જી, મહારાજ!’
ઉદાસ છો? શારીરિક અસ્વસ્થતા છે?’
‘ના, માનસિક...’
એટલી બધી માનસિક અસ્વસ્થતા કે તમારું સૌન્દર્ય હરાઈ જાય... તમારો ઉલ્લાસ ક્ષીણ થઈ જાય...?’
‘મહારાજ, કંઈ ગમતું નથી... ચેન પડતું નથી...’
‘એવી કઈ ચિંતા છે? એવી કઈ ઇચ્છા છે કે જે પૂર્ણ ન થતી હોય... ને મન અકળાઈ જતું હોય...'
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૮૯