________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી શ્રીકાન્તા એક પ્રતિમા બની ગઈ. કુસુમાવલી માટે... પોતાના હૃદયમંદિરના સિંહાસન ઉપર તેને સ્થાપિત કરી એની પૂજા કરવાની હતી. કારણ કે શ્રીકાન્તા ધર્મની સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતી. સદેવ તેની આંખોમાં શાન્તિ અને શીતલતા જોવા મળતી હતી. ભાગ્યે જ કોઈ સાસુમાં પુત્રવધૂને આવું બધું. ને આટલું બધું જોવા મળે.
આજે એ સાસુ માતા સાધ્વી બનીને, ગૃહવાસ ત્યજીને, સ્નેહી અને સ્વજનોને ત્યજીને ચાલી ગઈ.. એણે મોહથી મુક્તિ મેળવી લીધી... પરંતુ એને ચાહનારાઓ... ગાઢ રીતે ચાહનારાઓએ મોહથી મુક્તિ મેળવી ન હતી. એમનો મોહ એમને રડાવતો હતો... ઝુરાવતો હતો.
સિંહકુમારની નસોમાં વહેતાં ઉષ્ણ લોહીનો માદક પ્રવાહ શાંત પડ્યો હતો. હવે તેના પર વિશાળ રાજ્યની જવાબદારી આવી હતી. તેનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. પ્રજાની દૃષ્ટિમાં તે “મહારાજા' બન્યો હતો. તેને પોતાનાં કર્તવ્યો સમજવાનાં હતાં અને કર્તવ્યોનું પાલન કરવાનું હતું. અત્યાર સુધી તે સ્વતંત્ર હતો... સ્વાધીન હતો... કર્તવ્યપાલનની કોઈ જવાબદારી તેણે વહન કરી ન હતી.
એક મોટું પરિવર્તન આવ્યું. પરિવર્તન સંસારનો નિયમ છે. જીવન પરિવર્તનશીલ છે. જે મનુષ્ય સહજતાથી એ પરિવર્તનને સ્વીકારી લે છે તેની જીવનયાત્રા સુખદ બને છે. કુમારે માતા-પિતાના વિરહના દુઃખને દઢતાપૂર્વક સહન કરવાનો નિર્ણય કર્યો. તેણે કુસુમાવલીને પણ મનોબળ દૃઢ કરીને, “મહારાણી' તરીકેનાં કર્તવ્યોનું પાલન કરવાની વાત કરી.
કુસુમાવલીએ પૂછ્યું : “નાથ, આવતીકાલે માતા-પિતાજી ગુરુદેવોની સાથે જયપુરથી ચાલ્યાં જશે... શું આપણે એમની પાસે જઈ શકીશું ક્યારે ક્યારે...?”
જઈ શકીશું.... દર્શન-વંદના કરી સંતોષ મેળવી શકીશું.” બહુ સારું!' પરંતુ એમની સાધનામાં વિક્ષેપ ના પડે.. એની કાળજી રાખીને જવાનું ક્યારેક
આપની વાત સાચી છે. એમની સાધુતાની સાધનામાં વિપ્નભૂત નહીં બનવું જોઈએ...'
આજે બંનેને ઉપવાસ હતો.
બંને શ્રમિત હતાં. વાતો કરતાં કરતાં નિદ્રાધીન થઈ ગયાં. જ્યારે આંખો ખૂલી ત્યારે સૂર્ય અસ્તાચલ ઉપર હતો.
૦ ૦ ૦.
૨૮
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only