________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનું શરીર પ્લાન થઈ ગયું હતું. મુખ પર ગ્લાનિ... વ્યથા અને વેદનાનાં વર્તુળો રચાઈ ગયાં હતાં. શણગાર વિનાની એની કાયા, પાનખરના વૃક્ષ જેવી શોભારહિત બની ગઈ હતી.
મા, હવે તું સ્વસ્થ બન...” કહેતાં કહેતાં ચન્દ્રર્સન સ્વયં જ રડી પડ્યો, વસંતસેનાના પગ પાસે ઢળી પડ્યો. વસંતસેનાએ એનું મસ્તક પોતાના ખોળામાં લીધું. એના મસ્તકને પંપાળવા લાગી.
વત્સ, બનવાનું બની ગયું... કલ્પના બહારનું બની ગયું... કેમ આવું બન્યું? કેવી રીતે બન્યું? નથી સમજાતું વન્સ... એ મને આ ભવમાં એકલી મૂકીને ચાલ્યા ગયા...”
“મા, તમે માતા-પુત્ર આ રીતે રુદન કર્યા કરશો.... તો રોતા-કકળતા આ રાજપરિવારને કોણ સાંત્વના આપશે? કોણ એને આશ્વાસન આપશે? ઊઠો માં, આપે તો મને ઘણીવાર સંસારની અસારતાનું ભાન કરાવ્યું છે. મૃત્યુનું તત્ત્વજ્ઞાન આપેલું છે. આપ વિરક્ત છો... આપ સ્વરથ બનો... અને સહુને સ્વસ્થ કરો...” રાણી પ્રભંજના પોતાના હૃદયને મજબૂત કરીને બોલી. તેણે વસંતસેનાનો હાથ પકડ્યો ને ઊભી કરી. ચન્દ્રસેન પણ ઊભો થયો.
“ચાલો, આજે આપણે સાથે ભોજન કરીએ.” વસંતસેના પ્રભૂજનાના આગ્રહને ટાળી ના શકી. ચંદ્રસેન પણ મૌનપણે પાછળ પાછળ ચાલ્યો.
સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, વસંતસેના, પુત્ર અને પુત્રવધૂ સાથે પોતાના ખંડમાં આવી. થોડી ક્ષણો મૌનમાં વીતી. વસંતસેનાએ ચન્દ્રસેનને કહ્યું :
“વત્સ, હવે હું મહેલમાં નહીં રહી શકું. મહેલની એકેએક વસ્તુમાં... એની ભીંતો પર અને ગવાક્ષોમાં મને તારા પિતાજી દેખાય છે... હું એ સ્મૃતિઓની વેદના સહી નહીં શકું... અને તું જાણે છે કે હું તારા પિતાજીની સાથે જ મહાપ્રવ્રજ્યાનો સ્વીકાર કરવાની હતી.... હવે હું મહાપ્રવ્રજ્યા સ્વીકારીશ, સાધ્વી બનીશ.. - વત્સ, ગુરુદેવ આચાર્ય વિજયસેન જ્યાં વિચરતા હોય ત્યાં જઈને તું એમને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પધારવા વિનંતી કર. હું તેઓનાં ચરણોમાં મારું જીવન સમર્પિત કરીશ. આર્યસંઘમાં રહીને સાધ્વી જીવન વ્યતીત કરીશ.”
વસંતસેનાની વાત સાંભળીને, ચન્દ્રસેન અને પ્રભંજના રડી પડ્યા. ચન્દ્રસેને ગદ્ગદ સ્વરે કહ્યું :
મા, પિતાજીની વિરહની કારમી વેદના હજુ અનુભવું છું... ત્યાં તું ગૃહત્યાગની વાત કરે છે? તારા વિરહની વેદના હું સહી નહી શકું. મારું હૃદય તૂટી પડશે. હું અન્યમનસ્ક બની જઈશ..'
વત્સ, પણ...
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only