________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલનાં સુખ ભોગવ્યાં હોય, છતાં રાજમહેલ પ્રત્યે ઉદાસીન હોય અને રાજમહેલ છોડીને તે પ્રાકૃતિક વાતાવરણમાં રહેલી ઝૂંપડીઓમાં સુખ જુએ છે! ગામડાઓની ખુલ્લી હવામાં પશુઓ સાથે ક્રીડા કરવામાં સુખ જુએ છે! પરંતુ એ ગ્રામવાસીઓને પૂછો - “તમને સુખ શામાં લાગે છે?' તો એ લોકો કહેશે : “સુખ તો મહેલોમાં છે! સુખ તો નોકર-ચાકર હોય, હાથી, ઘોડા પાલખી હોય... વૈભવ.... સંપત્તિ હોય... એમાં છે!' માટે પ્રકૃતિ અપૂર્ણ છે. આ ઉદ્યાન કે જે તને સુંદર લાગે છે એ તો કૃત્રિમ છે. બનાવવામાં આવેલું છે. પ્રકૃતિને એના મૂળ રૂપમાં જોઈશ તો ડરી જઈશ.
એ ભયંકર જંગલો... જેમાં વાઘ અને સિંહ લોકોપ્યાસી જીભ બહાર કાઢી ફરતા હોય છે... જ્યાં ઊંચા ઊંચા ઘાસમાં ભયંકર વિષધર છુપાયેલો હોય છે... અને અકારણ લોકોને કરડીને મારી નાંખતા હોય છે. કૃત્રિમ સરોવરની વાત છોડો. જંગલોમાં વહેતી ઊંડી નદીઓમાં મગરમચ્છ... મનુષ્યનો શિકાર કરવા કેવા તાકીને પડ્યા હોય છે? આ બધું જોઈશ તો તને પ્રકૃતિ અપૂર્ણ લાગશે.'
સાધ્વી કમલિની આચાર્યની સામે આશ્ચર્યથી જોઈ રહી,
અત્યાર સુધી એ શિખીકુમારને એક ચરિત્રવાન શ્રેષ્ઠ સંયમી મહાપુરુષ સમજતી હતી. શ્રેષ્ઠ શ્રુતજ્ઞાની વિદ્વાન માનતી હતી. પરંતુ આજે એ શિખીકુમારના મૌલિક વિદ્વત્તાથી અને અકાઢ્ય તર્કોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. એની શ્રદ્ધા-ભક્તિમાં જુવાળ આવ્યો.... તેણે સંકોચ સાથે ધીમેથી પૂછ્યું : “ગુરુદેવ, શું આ બધી વાતો શાસ્ત્રોમાં આવે છે?”
આચાર્યના મુખ પર સ્મિત રમી ગયું. તેમણે કહ્યું : “આર્યો, સંસારની પાઠશાળામાં, અનુભવની શિક્ષણ પદ્ધતિથી, પરિસ્થિતિઓના અવલોકનથી હું આ બધું ભણ્યો
અદ્ભુ ત!”
આર્યો.. બાહ્ય સુંદરતાનું અવલોકન સાધુ-સાધ્વીના માટે ઘાતક બની જાય, કારણ કે તે રાગ-દ્વેષનું કારણ છે માટે આપણે સુંદરતાની ભીતરમાં રહેલી કુરૂપતાનું દર્શન પણ કરવું જોઈએ. પછી એ સુંદરતા શરીરની હોય, પુષ્પની હોય, વૃક્ષની હોય, પહાડની હોય... કે નદી-સાગરની હોય... એ સુંદરતા ઉપર મન મુગ્ધ બને, કે તરત જ એની ભીતર જોવાનું... કુરૂપતા શોધવાની... પહેલી જ હોય છે. કુરૂપતા અને બીભત્સતા. તે જોઈને મનને વિરક્ત બનાવવાનું કે આર્યાઓ, વૈરાગ્ય આપણો ભાવપ્રાણ છે. હૃદયને વિરાગથી ક્યારેય ખાલી થવા દેશો નહીં. દુનિયામાં ઠેર-ઠેર સર્વત્ર વૈરાગ્યનાં નિમિત્તો પડેલાં છે. એને જોતાં શીખો.
પ્રશ્નપ્રહર પૂરો થયો હતો. સાધ્વીવંદે વંદના કરી. સ્વસ્થાને જવાની અનુમતિ માગી.
ક ક જ
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only