________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LGSN
તમે મને કહ્યા વિના આટલા બધા દિવસ ક્યાં ગયા હતા?' જાલિનીએ, બ્રહ્મદત્તને હવેલીમાં પ્રવેશ કરતાં જ રોષ કર્યો. બ્રહ્મદત્ત જાલિની સામે જોયું પણ નહીં. મૌનપણે તેઓ પોતાના શયનખંડમાં ગયા. સ્નાન કર્યું. વસ્ત્રપરિવર્તન કર્યું. પરિચારિકાએ ત્યાં જ દૂધનો પ્યાલો લાવીને મૂક્યો, સાથે પ્રભાતિક અલ્પાહાર પણ મૂક્યો. પાછળ ને પાછળ જાલિની આવી પહોંચી.
તમે મને પ્રત્યુત્તર પણ નથી આપતા?” હું બહારગામ ગયો હતો.” કયા ગામે? ગામનું નામ?” "વિશાખા નગરી..”
ત્યાં જવાનું પ્રયોજન જાણી શકું?” ના જણાવું તો? ‘ના જણાવવાનું કોઈ કારણ?” તને દુઃખ થાય, માટે.” તો શું તમે મારા સુખ-દુઃખનો વિચાર કરો છો?” મહામંત્રી મૌન રહ્યા. લાખો વર્ષોના દાંપત્યજીવનમાં જાલિનીએ બ્રહ્મદત્તને ક્યારેક જ શાન્તિ આપી હશે, સુખ આપ્યું હશે, પ્રિયવચન કહ્યાં હશે! કદાચ એવા પ્રસંગો મહામંત્રીની સ્મૃતિમાં પણ નહીં હોય. છતાં બ્રહ્મદત્તે શાંતિ જાળવી હતી, ગંભીરતા સાચવી હતી અને ખાનદાનીને આંચ આવવા દીધી ન હતી.
જાલિની બોલી : “તમને સાચે જ મારી ઉપર પ્રેમ નથી. જો પ્રેમ હોત તો મને જે નથી ગમતું તે તમે ના કરત...”
મહામંત્રીએ કહ્યું : “એમ હું પણ કહી શકું છું કે જો તને મારા પ્રત્યે પ્રેમ હોત તો મને જે ગમે છે, તે તને પણ ગમત જ. મને પુત્ર ગમે છે... તને નથી ગમતો! હજારો વર્ષોથી એ દૂર સુદૂર છે, છતાં તારા મનમાં એના પ્રત્યે દ્વેષ છે.”
છે, છે ને છે. મને એના પર દ્વેષ રહેવાનો જ. મારા હૃદયમાં ક્યારેય.. એ ગર્ભરૂપે આવ્યો ત્યારથી પ્રેમ જાગ્યો નથી... દ્વેષની આગ જ સળગતી રહી છે.’
એના પારલૌકિક પરિણામનો વિચાર તને આવે છે? તીવ્ર કષાયના પરિણામે જીવ દુર્ગતિમાં જાય છે. તિર્યંચગતિમાં કે નરકગતિમાં જાય છે...' શ્રી સમરાદિત્ય મહાકથા
gu
For Private And Personal Use Only