________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગધ મારે છે. પ્રકૃતિની આ બધી અસુવિધાઓથી બચવા માટે મનુષ્યોએ ભવનોનું નિર્માણ કર્યું છે. શિયાળામાં મનુષ્ય ઉત્તરની હવાને રોકી, તાપણું કરી નાખે છે. ગરમીથી બચવા માટે ભિન્ન-ભિન્ન ઉપાયો કરે છે. પ્રતિ મનુષ્યની સુવિધાઓ નથી જોતી, માટે તે અપૂર્ણ છે.”
પરંતુ ગુરુદેવ, આ પુષ્પો કેટલાં કોમલ છે! એ પુષ્પોમાં કેવી માદક સુગંધ છે..! કોયલના સ્વરમાં કેટલી મીઠાશ છે
અને કરુણા છે? કલરવ ગાયન કેટલું મધુર છે!' “હે આર્યો, પુષ્પ કોમળ છે, બરાબર છે, પરંતુ એમાં કાંટા પણ છે! અને શી ખબર આ પુષ્પોમાં કેટલા નાના નાના કીડા ઘુસેલા હશે! એની કોમળતા અને એની સુગંધ, બંને ક્ષણિક છે. ક્ષણિક સુગંધને શું કરવાની? ક્ષણિક કોમળતાને શું કરવાની?
અને હે આયે, કોયલ માત્ર પંચમ સૂરમાં જ ગાઈ શકે છે.
મનુષ્ય વધારે સમય સાંભળે તો કંટાળી જાય છે. વળી, કોયલ શું બોલે છે. એ કોઈ સમજી શકતું નથી. કદાચ એ કંઈ જ કહેતી નથી! અને આ પક્ષીઓનું સમૂહ કલરવ-ગાન.... એમાં મધુરતા હશે, પણ માત્ર સ્વરોની! એમાં સંયત ભાષા નથી હોતો. એટલે એ ભાવહીન સંગીત જેવું છે. તેમાં સ્વરોને ઉતાર-ચઢાવ પણ નથી હોતી. એકી સાથે સાતે સૂર ગુંજી ઊઠે છે!”
ભગવદ્, પૂર્વાવસ્થામાં મહેલના ઉદ્યાનના સરોવરમાં કબૂતરોને સ્વચ્છંદપણે સ્નાન કરતાં જોયેલાં. એ દૃશ્ય મને ખૂબ ગમતું! આપસમાં તેઓ રમતાં... નાચતાં... એ પક્ષીઓમાં ઇર્ષ્યા, ધૃણા, દુષ્ટતા વગેરે અવગુણો નથી હોતા... કેવું મુક્ત જીવન હોય છે એ પંખીઓનું... ઘડીભર મને પણ કબૂતરો બનવાની ઇચ્છા થઈ આવતી.'
આર્યો, સાચું કહું? તું જો કબૂતરી હોત તો તને મનુષ્ય થવાની ઇચ્છા થાત! તું એમ સમજે છે કે કબૂતર સુખી છે? નિશ્ચિત છે? એમનાં કોઈ શત્રુ નથી? તો એ તારો ભ્રમ છે. અભિલાષા પૂર્ણ થવી તે સુખ અને અભિલાષા અપૂર્ણ રહેવી એ દુઃખ. આ તો સમજાય એવી વાત છે ને? શું એ કબૂતરોની બધી અભિલાષાઓ પૂર્ણ થાય છે? અરે, એ કબૂતરોમાં ઇચ્છા જેવું તત્ત્વ છે કે કેમ, એ પણ પ્રશ્ન છે! માત્ર આહાર અને માત્ર મૈથુન - આ બે ઇચ્છાઓ સિવાય ત્રીજી કઈ ઇચ્છા હોય છે એ પક્ષીઓને? પશુ અને પક્ષીને ભોજન માટે ઝઘડતાં તેં જોયાં છે ખરાં? અને એ પક્ષીઓને ભય કેટલો સતાવે છે? બાજ પક્ષી જ્યારે એ કબૂતરો પર ઝાપટ મારે છે, ત્યારની એ કબૂતરોની સ્થિતિ જોઈ છે ખરી? કેટલી વિવશતા હોય છે એ પક્ષીઓની?
હે આર્યો, જ્ઞાની જીવો એમ સમજે છે કે પ્રાકૃતિક વાતાવરણમાં રહેનારા મનુષ્યો સુખી હોય છે. પરંતુ તેઓ નથી સમજતા કે મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય પોતાની વર્તમાન સ્થિતિથી ક્યારેય સંતોષી નથી હોતો. અજ્ઞાની મનુષ્યોનો આ સ્વભાવ હોય છે કે એમને પોતાનું ઓછું ગમે, બીજાનું વધારે ગમે. રાજમહેલમાં ઊછરી હોય, શ્રી સમરાદિત્ય મહાકથા
ઉ3
For Private And Personal Use Only