________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે ગતિમાં જન્મી શકે છે... દેવગતિમાં દેવ થઈ શકે છે, મનુષ્યગતિમાં મનુષ્ય બની શકે છે... તિર્યંચગતિમાં પશુ-પક્ષી બની શકે છે. ને નરકમાં નારકી પણ બની શકે છે. જે ગતિનું આયુષ્યકર્મ જીવે બાંધ્યું હોય, તે ગતિમાં એને જન્મ લેવો પડે છે. મેં કઈ ગતિનું આયુષ્યકર્મ બાંધ્યું હશે? જ્ઞાની વિના કોણ બતાવે?
ક્ષણિક અને વિનાશી એવા આ જીવનમાં કોની સાથે ૨ાગ કરવાના? કોની સાથે દ્વેષ કરવાના? અચાનક કાળની આંધી ચઢી આવશે જીવનના ગગનમાં, અને મૃત્યુના એક ઝપાટામાં... આયુષ્યની જ્યોત ઓલવાઈ જવાની. મારો આત્મા... પાપપુણ્યના પોટલાં ઉપાડી... પરલોકમાં ચાલ્યો જવાનો...
જો મેં આ જીવનમાં નિરંતર તીવ્રપણે રાગ-દ્વેષ કર્યો, વેર-વિરોધ કર્યા, અસંખ્ય પાપાચરણોમાં પલોટાઈ ગયો, ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં આસક્ત બન્યો... તો મારું સ્થળાંતર દુર્ગતિમાં જ થશે. ત્યાં દુઃખ, ત્રાસ અને વેદના સિવાય કંઈ જ નહીં હોય.
જ્યાં સુધી આત્મા કર્મોથી જકડાયેલો છે ત્યાં સુધી મૃત્યુ અનિવાર્ય છે, અવશ્યભાવી છે. મૃત્યુની વાસ્તવિકતાને સહજપણે સ્વીકારવી જ રહી. એક વાત તદ્દન સ્પષ્ટ છે કે સારો માણસ ક્યારેય મૃત્યુ પછીના જીવનમાં દુ:ખી થતો નથી.
મૃત્યુ અચાનક... સાવ અચાનક જીવાત્મા પર આક્રમણ કરી બેસે છે. બધું જ સાફ કરી નાંખે છે... માટે દુર્લભ મનુષ્યજીવનમાં મારે આત્મહિત કરી લેવું જોઈએ. આજ સુધી શરીર માટે જીવ્યો, સ્નેહી-સ્વજનો માટે જીવ્યો... તો હવે મારા આત્મા માટે પણ જીવવું જોઈએ. ખરું જીવવાનું તો એ જ છે. મૃત્યુ પછી સમ ખાવા પૂરતીય આ દુનિયાની એકાદ વસ્તુ કે વ્યક્તિ સાથે રહેવાની નથી. કશું સાથે આવવાનું નથી. રથ કે રાજમહેલ, રાણીઓ કે રાજ્યસત્તા... સ્નેહીઓ કે સ્વજનો... અહીં જ બધું પડી રહેવાનું... બધું હતું ન હતું થઈ જશે. માટે હવે જગતની જંજાળમાં અટવાઈને જાત તરફ, આત્મા તરફ દુર્લક્ષ્ય કરવાનું પોસાય જ નહીં.
મનુષ્ય જીવન ખરેખર દુર્લભ છે. સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્યો સહુથી થોડી સંખ્યામાં છે. બધા મનુષ્યોમાં વિકસિત મનવાળા મનુષ્યો તો એથીય ઓછા છે. મારું કેવું સદ્ભાગ્ય કે એમાં મારો સમાવેશ થઈ ગયો! પવિત્ર અને સ્વસ્થ મનથી જ આત્મહિત સાધી શકાય છે. જે કંઈ થોડું-ઘણું જીવન બચ્યું છે, એમાં આત્મહિત કરી લઉં... કોને ખબર... મૃત્યુ ક્યારે પરવાનો લઈને આવી ચઢે! આજથી જ... અત્યારથી જ... આત્માને પામવાની પ્રવૃત્તિમાં મારાં તન-મન અને વચનને જોડી દઉં... ઘણાં વૈયિક સુખો ભોગવી લીધાં... હવે આત્માને પરમાત્માની સમીપે લઈ જાઉં...
આચાર્યદેવ કહેતા હતા : ‘મૃત્યુના સમયે મનમાં ધર્મધ્યાન હોવું અત્યંત જરૂરી છે. માટે જીવનકાળમાં મનને વધુ ને વધુ સમય ધર્મ ધ્યાનમાં જોડાયેલું રાખવું શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૭
For Private And Personal Use Only