________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ЧЕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીથી ભિન્ન શાશ્વત જીવ તત્ત્વનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી પિંગલ, મનુષ્યજીવનની દુર્લભતા, પંચભૂતના કારણે નથી, પરંતુ મનુષ્યના પુણ્યકર્મના કારણે છે, આ વાત તું સારી રીતે સમજી શકીશ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે! કારણ કે મનુષ્યજીવન પામવા માટે જેટલું પુણ્યકર્મ જોઈએ, તેટલું પુણ્યકર્મ બાંધનારા જીવો સહુથી ઓછા હોય છે.
આવું મનુષ્યજીવન, સમગ્ર ધર્મ-આરાધના કરવા માટેનું અસાધારણ કારણ છે. મોક્ષમાર્ગની પરિપૂર્ણ આરાધના, માત્ર મનુષ્ય જ કરી શકે છે.'
પિંગલે બહુમાનપૂર્વક આચાર્યદેવને પૂછ્યું : ‘ગુરુદેવ, માની લીધું કે મનુષ્યજીવન દુર્લભ છે, પરંતુ એ જીવનમાં પ્રિયજનોનો ત્યાગ કરવો, એમ સમજીને કે પ્રિયજનોના સંયોગ અનિત્ય છે, તો પછી સાધુ બનનારાના પણ સમાગમો નિત્ય નથી ને?'
‘મહાનુભાવ, મુનિને ક્યાં સમાગમ જ કરવાના છે પ્રિયજનોના? એને પ્રિય અને અપ્રિયની કલ્પનાઓ જ કરવાની હોતી નથી. એટલે પ્રિય-સંયોગમાંથી ઉત્પન્ન થતો હર્ષ અને પ્રિય-વિયોગમાંથી જનમતો વિષાદ મુનિને હોતો નથી.'
પિંગલે પૂછ્યું : ‘ગુરુદેવ, આ શિખીકુમાર એના મળેલા વૈભવને, એને મળેલી સંપત્તિને ચંચળ માનીને દીક્ષા લેવાની વાત કરે છે, પરંતુ દીક્ષા લેવાથી શું એ વૈભવસંપત્તિ સ્થિર થઈ જશે? એને સ્થિર કરવા-રાખવા તો રક્ષણ કરવું જોઈએ ને?'
‘પિંગલ, જો રક્ષણ કરવાથી વૈભવને સ્થિર કરી શકાતો હોત તો... કોઈ વૈભવશાળી ટૂંક ના બનત! રક્ષણ કરવાથી વૈભવ સ્થિર નથી રહેતો, એને સ્થિર કરવાનો ઉપાય એક માત્ર ધર્મ જ છે. પરંતુ ભૌતિક વૈભવોને સ્થિર કરવા સાધુધર્મ નથી લેવાનો. કારણ કે એ વૈભવો, એ સંપત્તિ... એ ધન-દોલત... અસાર છે. જીવોનું અહિત કરનાર છે. શિખીકુમાર એટલા માટે એનો વૈભવ છોડીને દીક્ષા લેવા તત્પર બન્યો છે...'
‘પરંતુ ભગવંત, શિખીકુમાર હવે યૌવનના દ્વારે ઊભો છે. યૌવનકાળમાં જ સંસારનાં વૈષયિક સુખો ભોગવી શકાય છે! એ યૌવનને પણ કુમાર પુષ્પ જેવું અલ્પજીવી સમજીને ભોગ સુખોને છોડવા તૈયાર થયો છે, તે ઠીક નથી. યૌવનને ચિરસ્થાયી બનાવવા રસાયણોનો પ્રયોગ કરી શકાય છે. દીક્ષા લેવાથી કંઈ યૌવન ચિરસ્થાયી બનવાનું નથી...’
‘પિંગલ, કુમારના કથનનો પરમાર્થ તું સમજ્યો નથી.’ ‘યૌવન ક્ષણિક છે. તેને નિત્ય બનાવવા હું દીક્ષા લઉં, એમ કુમારે કહ્યું નથી. પરંતુ ક્ષણિક યૌવનનો ઉપયોગ, શ્રી સમરાદિત્ય મહાકથા
83
For Private And Personal Use Only