________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. એ સુખ હોય છે આત્માનું આધ્યાત્મિક સુખ હોય છે. આ સંસારમાં સુખ નથી... માત્ર સુખાભાસ છે. અજ્ઞાની મનુષ્યો આધ્યાત્મિક સુખને સમજતા નથી.
કર્મોના સંયોગથી દુઃખ છે, કર્મોના ક્ષયથી સુખ છે. જન્મથી દુઃખ છે, અજન્મા બનવામાં સુખ છે. વૃદ્ધાવસ્થા દુઃખદાયી છે, અજર-અવસ્થામાં સુખ છે. જ આશાઓ ને ઇચ્છા દુઃખ છે, તેનાથી મુક્ત થવામાં સુખ છે. જ પ્રેમ-પ્રીતિ ને સ્નેહમાં દુઃખ છે.... વૈરાગ્યમાં સુખ છે!
સંક્લેશવાળું મન દુઃખી છે, સંક્લેશરહિત મન સુખી છે. છે. મૃત્યુ દુઃખરૂપ છે, અમર-અવસ્થા સુખરૂપ છે.
હે પિંગલ, અનાદિકાળથી, કર્મોથી આવૃત જીવો, આત્માના સાચા સુખને જાણતાં નથી, સમજતાં નથી. સાચા સુખની કલ્પના સુધ્ધાં તેમને આવતી નથી. જેમ કોઈ પુરુષ જન્મથી જ રોગી હોય, તેણે ક્યારેય નીરોગી પુરુષ જોયો ના હોય, તે પુરુષ આરોગ્યના સુખને ન જાણી શકે. એવી રીતે આયુષ્યમાન, અનાદિકાળથી રોગોથી વ્યાપ્ત સંસારક્ષેત્રમાં રહેનારા આ જીવો, નીરોગી જીવોને જુએ છે. તે નીરોગી જીવો, રોગી મનુષ્યો જેવો વ્યવહાર નથી કરતાં ત્યારે એમના પર દ્વેષ કરે છે. તેમના રોગોને દૂર કરવાના ઉપાયો બતાવનારા નીરોગી પુરુષો પ્રત્યે દ્વેષ કરે છે...! કેટલાક મહા રોગિષ્ઠ પુરુષો તો પેલા નીરોગી ઉપદેશકનો ઉપહાસ કરે છે! તેમની અવગણના કરે છે.
કેટલાક રોગી પુરુષો, નીરોગી પુરુષોનો ઉપદેશ સાંભળે છે ખરા, પરંતુ સમજતાં નથી. કેટલાક ઉપાયોને સમજે છે ખરા, પરંતુ ઉપાયો આચરણમાં મૂકતાં નથી. કેટલાક પુરુષો આચરણમાં મૂકે છે, પરંતુ નીરોગી બનવાના સાધ્યને સમજતા નથી! વિપરીત વર્તન કરે છે.
જે પુરુષોને કર્મરોગ ઘણો ઘણો દૂર થયો હોય છે, તે પુરુષો જ નિશ્ચિત રૂપે આરોગ્યના સુખના સ્વરૂપને જાણી શકે છે. શ્રામસ્થ ભાવથી પરિણત થયેલા પુરુષો, શંકા વિના, આરોગ્ય સુખના જ્ઞાતા બને છે.
માટે હે મહાનુભાવ, શ્રમણ જીવનની સર્વ ક્રિયાઓ દુઃખરૂપ નથી પરંતુ સુખરૂપ છે. ભલેને શ્રમણ ભૂમિ પર સૂતો હોય, ભિક્ષા લાવીને ક્ષુધા શાન્ત કરતો હોય, જીર્ણ વસ્ત્ર પહેરતો હોય... અને વન-ઉપવનમાં રહેતો હોય, છતાં એ રાગ-દ્વેષ-મોહનો વિજેતા મુનિ, મુક્તિના સુખનો અનુભવ કરે છે! આવા અનુભવનો એક અંશ પણ, ચક્રવર્તી જેવો રાજા ય પામી શકતો નથી...”
મહામંત્રી બ્રહ્મદત્તના વ્યથિત મનને શાતા મળી. તેમની સઘન વ્યથા વિગલિત બની. તેમની કાળી રાત જાણે પૂરી થઈને પરોઢ ફૂટયું. કરુણતાનો વંટોળ શાત્ત
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only