________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૂબી જાય છે. જે નૌકા છિદ્રો વિનાની હોય છે તે કિનારે લઈ જાય છે.”
એ નૌકાનું નામ?' ‘શરીર નૌકા છે. જીવ નાવિક છે. સંસાર સમુદ્ર છે. યોગીપુરુષો શરીરની નકામાં બેસી સામે તીરે પહોંચે છે.”
મુનિશ્રેષ્ઠ, મોટાભાગના જીવો અંધકારમાં રહેલા છે. તેમને કોણ અજવાળું આપે છે?'
ઊગેલો નિર્મળ સૂર્ય!” “એ સૂર્ય કયો છે? “તીર્થંકર પરમાત્મા! જીવોને તેઓ જ પ્રકાશ આપે છે.”
મુનિરાજ. શારીરિક અને માનસિક દુઃખોથી ત્રસ્ત જીવો માટે, કોઈપણ દુઃખ વિનાનું કયું સ્થાન આપ માનો છો?”
લોકના અગ્રભાગે એક ધ્રુવ સ્થાન છે. ત્યાં વ્યાધિ નથી, વેદના નથી, જન્મ-જરા અને મૃત્યુ નથી... પરંતુ એનું ચઢાણ ખૂબ જ કઠિન છે.”
એ સ્થાનનું નામ?” એનાં ઘણાં નામ છે : “સિદ્ધિગતિ, મુક્તિ, મોક્ષ, લોકાગ્ર, શિવ, અનાબાધ..” પિંગલ ભાવવિભોર બનીને બોલી ઊઠ્યા : 'હે મુનિશ્રેષ્ઠ, આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપનું શાસ્ત્રજ્ઞાન પરિપૂર્ણ છે.. આપનું વાક્યાતુર્ય અદ્વિતીય છે... આજે અમે સહુ કૃતાર્થ થયા...'
બ્રહ્મદત્ત એકાગ્ર ચિત્તે વાર્તાલાપ સાંભળતા હતા. ત્યાં ઉપસ્થિત સાધુઓ અને સાધ્વીઓ ઉત્સુકતાથી જ્ઞાનચર્ચા સાંભળતાં હતા. પ્રશ્નોત્તર પૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત બોલ્યા :
આપે પિતૃકળને તો શોભાવ્યું. આચાર્યકુળને પણ ઉજ્વલ કર્યું છે. પરંતુ મારી એવી આંતરિક ઇચ્છા છે કે આપ ગુરુદેવની સાથે એકવાર કૌશામ્બી પધારો. હવે મારું જીવન મૃત્યુના કિનારે ઊભું છે. મારા જીવનકાળમાં આપ કૌશામ્બીને પાવન કરો... કૌશામ્બીની પ્રજા આનંદિત થશે. હર્ષઘેલી બનશે. સર્વજ્ઞશાસનને પામશે. મોક્ષમાર્ગને પામશે.”
‘હે પિતાજી, આપની ભાવના સારી છે, પરંતુ આ વિષયમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણભૂત છે.' ઉચિત છે આપનો પ્રત્યુત્તર, અમે ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ.'
૦ ૦ ૦ થોડા દિવસ વિશાખાપુરીમાં રહીને, આચાર્યદેવનું પાવન સાન્નિધ્ય માણીને, બ્રહ્મદત્ત આદિએ કૌશામ્બી તરફ પ્રયાણ કર્યું. આચાર્યદેવે પણ માસકલ્પ પૂર્ણ થવાથી વિહાર શ્રી સમરાદિત્ય મહાકથા
XG9
For Private And Personal Use Only