________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોર અંધારી રાતે ચાલી નીકળેલો અગ્નિશર્મા, ક્ષિતપ્રતિષ્ઠિત નગરની બહાર આવી, જંગલના અજાણ્યા-અપરિચિત માર્ગે ઝડપથી ચાલવા માંડ્યો. એ ચાલતો જ રહ્યો, રાતભર ચાલતો રહ્યો.... દિવસે પણ ચાલતો રહ્યો. પાછળ જોતો જાય છે ને આગળ વધતો જાય છે.
“મને પકડી પાડવા જરૂર કુમારે ઘોડેસ્વાર સૈનિકો ચારે દિશામાં દોડાવી દીધા હશે. એ સૈનિકો મને જોઈ ના જાય... તો સારું. માંડમાંડ નરકની વેદનામાંથી છૂટ્યો છું. જો એ સૈનિકો મને જોઈ જશે તો ઉપાડીને....” ભયથી એ બેબાકળો બની ચારે દિશામાં જુએ છે. ઝડપથી ચાલે છે.
માર્ગમાં આવતાં કોઈ ગામ કે નગરમાં એ જતો નથી. દૂરથી જ એ ગામ-નગરને ટાળી દે છે. કોઈ મનુષ્યની દૃષ્ટિમાં એને આવવું નથી, એટલે રાજમાર્ગોને છોડી વનવગડાની કેડીઓ પર ચાલે છે.
તેના મનમાં કુમાર પ્રત્યે કોઈ રોષ નથી. એ વિચારે છે : “પરલોકમાં બંધુસમાન મુનિજનો જેને જીવે છે, એવો ધર્મ હું કરું. એ ધર્મના પ્રભાવથી આવતા જન્મમાં મને સુંદર શરીર મળે.. પછી કોઈ મારી હાંસી નહીં કરે. કોઈ મને સતાવશે નહીં.
સુર્ય ઊગે છે ને આથમે છે. રાત પછી રાત પસાર થાય છે. તે ક્યાંય બેસતો નથી. વિસામો લેતો નથી. તેનું શરીર મજબૂત છે. તે એક મહિના સુધી ચાલતો રહ્યો. “ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સામ્રાજ્યને સીમાડે પહોંચી ગયો. એક રમણીય અને આસ્વાદ પ્રદેશમાં જઈને ઊભો. ત્યાં બકુલવૃક્ષો અને ચંપકવૃક્ષો હતાં, અશોક પુન્નાગ અને નાગકેસરનાં વૃક્ષો હતાં. વૃક્ષોની ઘટાઓમાં સુગંધી લતામંડપો હતા.
અગ્નિશર્મા એક લતામંડપમાં બેઠો. તેનું શરીર તીવ્ર થાકથી પીડાતું હતું. તેણે દૂર વૃક્ષની છાયામાં સિંહને સૂતેલો જોયો. એની પાસે જ મૃગને રમતું જોયું તેને ખૂબ આશ્ચર્ય થયું. તેને સિંહનો ભય ના લાગ્યો. તે કુદરતનું સૌન્દર્ય જોઈને આનંદિત થયો.
એક તરફ નિર્મળ પાણીનું ખળખળ વહેતું ઝરણું હતું. આકાશમાં સુગંધી ધુમાડો ફેલાઈ રહ્યો હતો. મંદમંદ સમીર વહી રહ્યો હતો. અગ્નિશર્માને ક્યારે ઊંઘ આવી ગઈ. તેની ખબર ના પડી. બે ઘડી ઘસઘસાટ ઊંઘી ગયો.
તે “સુપરિતોષ' નામના તપોવનના રમણીય પ્રદેશમાં આવી પહોંચ્યો હતો. બે
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only