________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४५
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાવલીએ મદનરેખા તથા જયપાલ સાથે નગર છોડી દીધું અને મહાદેવી ચારિત્રધર્મ લેવા ચાલ્યાં ગયાં, આ સમાચાર કારાવાસના રક્ષકો દ્વારા મહારાજાને મળી ગયા.
‘બહુ સારું થયું... મહારાણીના માર્ગમાં કોઈ અવરોધ ના આવ્યો! તેને કલ્યાણકામિની મદનરેખા અને કૃતજ્ઞ જયપાલનો સાથ મળી ગયો... એ અવશ્ય સુરક્ષિતપણે સાધ્વીજી ગંધર્વદત્તા પાસે પહોંચી જશે... ચારિત્રધર્મ સ્વીકારી તે સાધ્વી બની જશે. સાધ્વીજી ગંધર્વદત્તા, ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરનારાં છે. મેં તેઓને, જયપુરમાં પધારેલાં ત્યારે જોયેલાં. સૌમ્ય પ્રકૃતિવાળાં છે અને મૃદુભાષી છે. મોક્ષમાર્ગનું તેઓને યથાર્થ જ્ઞાન છે. સહવર્તી આર્યાઓ સાથે તેઓનો સમુચિત વ્યવહાર છે... કુસુમાવલી તેઓનાં ચરણોમાં પરમ શાન્તિ પામશે. પરમ સંતોષ પામશે. જ્ઞાન-ધ્યાનની આરાધનામાં તેનું ચિત્ત પરમ આહ્લાદ અનુભવશે. આત્માના શુદ્ધ સ્વરૂપની એને ઝાંખી થશે... ખરેખર, એ ભાગ્યશાળી બની... હું એના ચારિત્રધર્મની અનુમોદના કરું છું. એને સમાધિમૃત્યુની પ્રાપ્તિ થાઓ... સર્વ કર્મોનો ક્ષય કરી એ મહાનિર્વાણને પ્રાપ્ત કરો...’
મહારાજા આનંદવિભોર થઈ ગયા... પછી તેમના ચિત્તમાં આત્મચિંતન શરૂ થયું : ‘શું ધાર્યું હતું... ને શું બની ગયું? કુમારનો રાજ્યાભિષેક કરીને... ગુરુદેવ પાસે જઈને ચારિત્રધર્મ લેવાનો નિર્ણય કર્યો હતો... પ્રતિકૂળ કર્મોએ એ મનોરથના ટુકડેટુકડા કરી નાંખ્યા. કુસુમાવલીએ કહ્યું હતું... ‘રાજ્યાભિષેક કરનારા કરશે, આપણે આજે જ નીકળી જઈએ...' પણ મને તે ઉચિત ના લાગ્યું... પાંચ દિવસનો ગાળો બહુ ટૂંકો લાગ્યો... કાળ ઉપર વિશ્વાસ કરી બેઠો.’ પાંચ દિવસમાં શું બગડી જવાનું છે?' પરંતુ બધું જ બગડી ગયું... કલ્પના બહારનું બની ગયું. બની શકે બધું જ આ વિષમ સંસારમાં! કલ્પના મુજબ ના બર્ન, કલ્પના બહારનું બની જાય... ખેર, કેવળજ્ઞાનીના જ્ઞાનપ્રકાશમાં તો આ બધું નિશ્ચિત જ હતું. મને કારાવાસનું દુઃખ નથી... આ કારાવાસ કરતાં તો આ દેહનો કારાવાસ વધુ બીભત્સ, વધુ ભયાનક અને વધુ ત્રાસદાયી છે. મારે તો મારા આત્માને દેહના કારાવાસમાંથી મુક્ત કરવો છે. આ બાહ્ય કારાવાસનું દુઃખ હું સહજતાથી સહી શકું એમ છું... કારણ કે ગુરુદેવે ચારગતિનું સ્વરૂપ સમજાવતાં જે નરકગતિનું વર્ણન કર્યું હતું... એ નરકનાં દુઃખો, નરકની બીભત્સતા અને નરકની ભયાનકતાની તુલનામાં એ કારાવાસ તો કાંઈ જ નથી! નરકમાં તો અસંખ્ય વર્ષો સુધી નિરંતર દુઃખ અને ત્રાસ ભોગવવાં પડે છે. આ કારાવાસમાં તો મારે વર્ષો નહીં, મહિનાઓ નહીં, થોડા દિવસો જ અતિ અલ્પ દુઃખ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
339