________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખર મારા ગત જન્મની એ પત્ની હતી ને! અને આ વર્તમાન જન્મનો મિત્ર હતો! મારા મનમાં વિચારો આવ્યા : “ખરેખર આ સંસારવાસ ભયંકર છે. સ્નેહીજનોના સંયોગ-વિયોગમાં પરિણત થનારા હોય છે. રાગપરવશ જીવ કેવા-કેવાં કર્મ બાંધે છે? કેવું એનું કરુણાજનક પરિણામ આવે છે. ક્યાં એક સમયની મારી પ્રિય પત્ની શ્રીકાન્તા.. ક્યાં એક જન્મનો મારો મિત્ર વિભાવસુ. અને ક્યાં આ સડી ગયેલા શરીરવાળો કૂતરો!'
મારા સેવકોએ મને પ્રણામ કરીને કહ્યું : “આપની આજ્ઞા મુજબ અમે ઊષદત્ત ધોબીના ઘરેથી આ કૂતરાને લઈ આવ્યા છીએ.”
એ કૂતરાએ મારી સામે જોયું. અને તેણે એની લાંબી પૂછડી હલાવવા માંડી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેણે ડોક ઊંચી કરી. મોં ખોલ્યું... અને રડવા લાગ્યો.
મેં કેવળજ્ઞાની મુનિવર સામે જોયું.. અને પૂછયું : “ભગવંત, આ શું?' પૂર્વજન્મોથી ચાલ્યો આવતો પ્રણય! મુનિરાજે કહ્યું. “પ્રભો, શું આ શાન મને ઓળખે છે?” “ખાસ નહીં, પરંતુ સામાન્યપણે ઓળખાણ થઈ છે, તેને જોઈને જન્માંતરોની સ્નેહવાસનાથી, વિના ઓળખાણે પણ તે આકર્ષાઈ જાય છે. એ સ્નેહની લાગણી વહેવા માંડે છે. કેટલાક જન્મો સુધી એ સ્નેહસંબંધ ચાલ્યા કરે છે.
કુમાર, જેમ જન્મ-જન્માંતરની સ્નેહની લાગણીઓ અમુક જન્મો સુધી વ્યક્ત રૂપે કે અવ્યક્ત રૂપે ટકી રહે છે, તેમ દ્વેષ-વાસના પણ અમુક જન્મો સુધી ટકી રહે છે. પૂર્વજન્મમાં જેના પ્રત્યે તીવ્ર દ્વેષ કર્યો હોય, દ્વેષભાવનાને પુષ્ટ કરી હોય, એ વ્યક્તિ બીજા જન્મમાં જ્યાં અને જ્યારે મળી જાય ત્યારે વિના ઓળખાણે “આ મારો પૂર્વજન્મનો શત્રુ છે. આ ગામનો, આ નામનો.' તેના પ્રત્યે દુર્ભાવના, દ્વેષ... અણગમો જાગી જાય છે.
આ થાનના મનમાં, તને જોઈને પૂર્વેના બે જન્મોના રાગના સંસ્કારો જાગ્રત થયા છે.. માટે એ આ પ્રમાણે રાગની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે.” મારા મનનું સમાધાન થયું. મેં બીજો પ્રશ્ન પૂછુયો :
ભગવંત, વિભાવસુએ એવું કેવું પાપકર્મ બાંધ્યું હતું કે જે પાપકર્મના સ્વરૂપે તેને આ કૂતરાનો ભવ મળ્યો?
જાતિમદ કર્યો હતો એણે પોતાની ઉચ્ચ જાતિનો અહંકાર અને હીન જાતિ પ્રત્યે તિરસ્કાર.'
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only