________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, આ ગંધારપુરમાં જ તારો મિત્ર વિભાવસુ મરીને જન્મ્યો છે!” હું આશ્ચર્યથી ઊભો થઈ ગયો... બોલી ઊઠ્યો : “ક્યાં પ્રભુ?'
‘હા કુમાર, આ નગરમાં ઊયદત્ત' નામનો ધોબી રહે છે. તેના ઘરમાં એક પાળેલી કૂતરી છે, તેનું નામ ધોબીએ “મધુપિંગા” પાડેલું છે. તારા મિત્રનો જીવ એ કૂતરીના પેટે જન્મ્યો છે એ કૂતરો તોફાની હોવાથી અને અજાણ્યા માણસોને કરડતો હોવાથી ધોબી એને મજબૂત દોરડાથી બાંધી રાખે છે. પૂરું ખાવાનું નથી આપતો. અને પાસે જ બાંધેલા ગધેડાની વારંવાર લાતો ખાવાથી એ દુર્બળ કૂતરો અધમૂઓ થઈ ગયેલો છે. તેની હાલત ખરાબ છે.
તારો અને વિભાવસુનો પૂર્વજન્મમાં પ્રગાઢ સ્નેહસંબંધ હતો, પતિ-પત્નીનો સંબંધ હતો!
પુષ્કરવર દ્વિપના ભરતક્ષેત્રમાં કુસુમપુર નામનું નગર છે. તે નગરમાં ‘કુસુમસાર' નામના શ્રેષ્ઠીનો તું પુત્ર હતો. તારું નામ હતું શ્રીકાંત, અને તારી પત્નીનું નામ હતું શ્રીકાંતા. તને શ્રીકાન્તા અત્યંત પ્રિય હતી. એ પ્રેમની વાસના અખંડ રહી, એટલે આ જન્મમાં વિભાવસુ પ્રત્યે અતિ સ્નેહ રહ્યો. એનું મૃત્યુ થતાં એના વિરહની તીવ્ર વ્યથા તે અનુભવે છે.”
કેવળજ્ઞાની મુનિવરોની પૂજાસ્તવના કરી દેવો પોતપોતાનાં વિમાનોમાં બેસી ચાલ્યા ગયા હતા. નગરવાસી પણ ઘણા ચાલ્યા ગયા હતા. મારા મનમાં, મારા મિત્ર વિભાવસુના કૂતરાના ભવની વાત સાંભળી તીવ્ર વૈરાગ્ય પેદા થઈ ગયો હતો. બીજી બાજુ મિત્રસ્નેહના કારણે એ કૂતરાને દુઃખથી છોડાવવાની ઇચ્છા પ્રબળ થઈ આવી હતી. મેં ત્યાં આજુબાજુ નજર કરી. મારા સેવકોને ત્યાં આવેલા જોયા. મેં તેમને મારી પાસે બોલાવીને કહ્યું :
ભાઈઓ, તમે ઊષદત ધોબીના ઘેર જાઓ, ગધેડા પાસે બાંધેલા કુતરાને ત્યાંથી છોડાવી, તેને પેટ ભરીને ખવડાવી, પિવડાવીને અહીં લઈ આવો.'
મારી આજ્ઞા મુજબ સેવકો ઊષદત્ત ધોબીના ઘરે ગયા, કૂતરાને છોડાવ્યો, તેને ખવડાવ્યું.પિવડાવ્યું. અને તેને લઈને, પહાડ ઉપર જ્યાં હું હતો ત્યાં લઈ આવ્યા.
મેં એ કૂતરાને જોયો, તેના શરીર પર અનેક ઘા પડેલા હતા અને એ ઘામાં અસંખ્ય કીડા ખદબદી રહેલા હતા. કીડાઓએ એના શરીરને ફોલી ખાધું હતું, તેથી શરીર ક્ષીણ થઈ ગયું હતું. લપકારા લેતી એની જીભ ભયંકર લાગતી હતી. મારા સેવકોની આગળ તે ધીરે ધીરે ચાલી આવતો હતો.
કૂતરાની આવી દુઃખમય સ્થિતિ જોઈને મારા મનમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો...
શ્રી સમરાદિત્ય મહાકથા
૧પ
For Private And Personal Use Only