________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યાં હતાં. તેના પર મહારાજા ગુણસેન અને મહારાણી વસંતસેના બેઠાં હતાં. મહારાજાની પાસે એક નાના સિંહાસન પર યુવરાજ ચંદ્રસેન બેઠો હતો અને મહારાણી પાસે એક નાના સિંહાસન પર યુવરાજ્ઞી પ્રભૂજના બેઠી હતી.
પશ્ચિમ દિશા સન્મુખ મધ્યભાગમાં એક હજાર ભદ્રાસનો પંક્તિબદ્ધ ગોઠવાયેલાં હતાં. તેના પર મિત્ર રાજાઓ અને આજ્ઞાંકિત રાજાઓ તેમના ક્રમ મુજબ બેઠા હતા. ઉત્તર અને દક્ષિણની શ્રેણિઓમાં રાજ્યના અધિકારીઓ, મંત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો બેઠા હતા.
મહારાજાની પાછળના ભાગમાં સ્નેહી-સ્વજનોનાં આસનો ગોઠવાયેલાં હતાં.
અતિથિગૃહમાં નીરવ શાન્તિ છવાયેલી હતી. ઉપસ્થિત સર્વે સજ્જનોના મુખ પર ગ્લાનિપૂર્ણ ગંભીરતા લેપાયેલી હતી. સહુનાં મસ્તક નમેલાં હતાં. વાતાવરણમાં સુગંધ હતી, પરંતુ હૈયાઓમાં ઉગ હતો.
અતિથિઓથી ખીચોખીચ ભરાયેલા વિશાળ અતિથિગૃહનાં પ્રવેશદ્વારો પર સશસ્ત્ર સૈનિકો સ્વાન વદને ઊભા હતા.
ત્યાં ઉત્સાહ ન હતો, ઉમંગ ન હતો, આનંદ ન હતો. ત્યાં ગીત ન હતું, નૃત્ય ન હતું, હાસ્ય ન હતું, વિનોદ ન હતો. મહારાજા સિંહાસન પરથી નીચે ઊતર્યા. સભાને ઉદ્ધોધન કરવા માટે એક ઊંચી બાંધેલી જગા પર જઈને ઊભા. સહુની આંખો મહારાજા પર સ્થિર થઈ. મહારાજાએ પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો : “મારા પ્રિય સ્વજનો, મેં તમને સહુને સપ્રયોજન આમંત્રિત કર્યા છે.
અમે બંનેએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. વસંતપંચમીના દિવસે યુવરાજ ચન્દ્રસેનનો રાજ્યાભિષેક કરીને, અમે ગુરુદેવ આચાર્ય-ભગવંત વિજયસેનની પાસે જવા પ્રયાણ કરીશું. તેઓશ્રીની પાસે મહાપ્રવ્રજ્યા અંગીકાર કરી, આ મનુષ્યજીવનનું સાફલ્ય પ્રાપ્ત કરીશું.
આ નિમિત્તે તમને અહીં નિમંત્રિત કરી, તમારું સ્વાગત-સન્માન કરવાની મારી ઇચ્છા હતી. તમારા સહુના મારા પર ઘણા ઉપકારો છે. મારા જીવનકાળમાં તમે સહુએ મને અતિ સ્નેહ આપ્યો છે. સાથ અને સહયોગ આપ્યો છે. અમારા સુખે સુખી અને દુઃખે દુખી બન્યા છો.
મહાનુભાવો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારા તરફથી તમને કોઈ દુઃખ પહોંચ્યું હોય, ત્રાસ થયો હોય... ક્લેશ કે પરિતાપ થયો હોય તો અને બંને મન-વચનકાયાથી ક્ષમા માગીએ છીએ. તમે સહુ અમારા અપરાધોને ભૂલી જજો.... અમને
ભાગ-૧ ૨ ભવ પહેલો
૧૫૮
For Private And Personal Use Only