________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન આપવું છે. કારાવાસોમાંથી કેદીઓને મુક્તિ આપવી છે. અને રાજ્યના સર્વે જિનમંદિરોમાં ભક્તિ-મહોત્સવ કરવા છે. એ માટેની પૂર્વતૈયારી કરો. મેં મંત્રીવર્ગને વાત કરી છે, પરંતુ આ બધાં કાર્યો તારા માર્ગદર્શન નીચે થવાં જોઈએ.
કુમારે પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. તે પછી માતાનાં ચરણોમાં પ્રણામ કરી, તે ખંડમાંથી બહાર નીકળી ગયો. કુમારપત્ની પ્રભંજનાને પણ વસંતસેનાએ જવાની અનુમતિ આપી.
મહારાજા ગુણસેને વસંતસેના સામે જોયું. બંનેની દષ્ટિ મળી. ‘દેવી, કુમારની ગંભીરતા જોઈ?' હા જી, એક અક્ષર પણ એ ના બોલ્યો.' અને એક-એક શબ્દ એણે ધ્યાનથી સાંભળ્યો.' ખૂબ શાન્તિથી એણે બધી વાતો સાંભળી. ‘દેવી, કુમારની તેજસ્વિતા, કુમારનું પરાક્રમ અને એનું ગુણમય વ્યક્તિત્વ, તેને શ્રેષ્ઠ રાજા બનાવશે...'
અને છેવટે શ્રેષ્ઠ રાજર્ષિ પણ બનાવશે ને! આપ આપના પિતાના માર્ગે ચાલશો, એ એના પિતાના માર્ગે ચાલશે ને!”
ઘણી ઉત્તમ પરંપરા છે આ. જો આ પરંપરા યુગો સુધી ચાલતી રહેશે તો પ્રજાનો અભ્યદય અને પ્રજાની સુખ-શાન્તિ નિરંતર વધતી જશે.'
પરિચારિકાએ ખંડમાં પ્રવેશ કરીને નિવેદન કર્યું : “ભોજનનો સમય થઈ ગયો છે. મહારાજ કુમાર અને યુવરાજ્ઞી આપની પ્રતીક્ષા કરે છે.” પરિચારિકાના ગયા પછી મહારાજાએ કહ્યું :
કુમાર આજે મારી સાથે ભોજન કરશે! મને એમ જ લાગે છે કે હવે એ પ્રતિદિન આપની સાથે ભોજન કરશે...” અને યુવરાજ્ઞી તમારી સાથે...' બંને પ્રસન્ન ચિત્તે ભોજન-કક્ષ તરફ ચાલ્યાં.
0 ૦ ૦. ભવ્ય અતિથિગૃહને પુષ્પમાળાઓથી અને પુષ્પગુચ્છોથી શણગારવામાં આવ્યું હતું. વિવિધ રંગી મૂલ્યવાન વસ્ત્રોથી વાતાયનો શોભાયમાન કરવામાં આવ્યાં હતાં. થોડા થોડા અંતરે ચંદનકાષ્ઠની પૂતળીઓના હાથમાં રત્નદીપ ગોઠવવામાં આવ્યા હતા. દીપકોની પાસે જ ધૂપદાનીઓ મૂકેલી હતી અને એમાંથી નૃત્ય કરતી ધૂમ્રસેરો ઉપર જતી હતી. છતમાં કીમતી અને કલાત્મક ઝુમ્મરો લટકતાં હતા.
અતિથિગૃહમાં પૂર્વ દિશા સન્મુખ બે ભવ્ય સ્વર્ણ-સિંહાસનો સ્થાપિત કરવામાં
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૭
For Private And Personal Use Only