________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરફ ગઈ. મુખ પર ચિંતાની રેખાઓ ઊભરાઈ આવી.
‘પુરોહિતજી, આજે એ મહાતપસ્વી અગ્નિશર્માના બે મહિનાના ઉપવાસના પારણાનો દિવસ છે. મારી આગ્રહભરી પ્રાર્થનાથી કુલપતિએ મને પારણું કરાવવાની અનુજ્ઞા આપી હતી, એટલે હવે એ મહાત્માને પારણું કરાવીને પછી જ પ્રયાણ કરીશું. એ મહાત્માને પ્રણામ કરી, એમના આશીર્વાદ લઈને પછી પ્રસ્થાન કરીશું. માટે પ્રવેશદ્વાર ઉપર ધ્યાન રાખો. એ મહાત્મા પધારે એટલે આપણે એમનું સ્વાગત કરીએ.’
ત્યાં ઊભેલા એક યુવકે કહ્યું : ‘મહારાજા, એક કૃશકાય અને ભગવાં વસ્ત્રધારી તાપસ આવ્યો હતો. થોડી ક્ષણ ઊભો રહ્યો, પરંતુ મદોન્મત્ત હાથીઓ અને હણહણાટ કરતા હજારો અશ્વોના આવાગમનથી તેઓ ગભરાતા લાગતા હતા... ‘હમણાં કોઈ હાથી કે ઘોડાની હડફેટમાં આવી જઈશ....' આવા ભયથી વ્યાકુળ થઈ, એ તાપસ પાછો ચાલ્યો ગયો... પરંતુ હજુ એ નગરની બહાર નહીં નીકળ્યો હોય, એમ મને લાગે છે.’
યુવકની વાત સાંભળીને મહારાજાની આંખો ભયથી પહોળી થઈ ગઈ. એકસાથે હજાર વીંછીએ ડંખ માર્યો હોય તેવી વેદના થઈ આવી. તેમણે કહ્યું : ‘હું એ મહાત્માને બોલાવવા જાઉં છું.’
ત્વરાથી મહારાજા નગરના દ્વાર તરફ ચાલ્યા. પાછળ મંત્રીવર્ગ અને અંગરક્ષકો પણ દોડ્યા. યુદ્ધયાત્રા તત્કાલપૂરતી સ્થગિત થઈ ગઈ. રાજપુરોહિત સોમદેવે બીજા મુહૂર્તની છાયા લેવા માટે શંકુ ગોઠવ્યા.
અગ્નિશર્મા નગરદ્વારમાંથી નીકળતો જ હતો, ત્યાં મહારાજ ગુણસેન પહોંચી ગયા, ભક્તિપૂર્ણ આદરથી તપસ્વીનાં ચરણોમાં પડી ગયા. ઊભા થઈને, બહુમાનપૂર્વક વિનંતી કરી : ‘હે ભગવંત, પાછા ફરો. જરૂરી કાર્ય માટે પ્રયાણ કરવાનું હોવા છતાં, આપના આગમનની પ્રતીક્ષામાં આટલો કાળ વિલંબ કર્યો છે.
તમે મહેલના દ્વારે આવેલા, પરંતુ મારા પરિવારમાંથી કોઈને આપને ઓળખ્યા નહીં... અને આપ ત્વરાથી એકદમ નીકળી ગયા... પાછા ફરો પ્રભો...'
અગ્નિશર્માએ કહ્યું : ‘મહારાજા, મારી વિશિષ્ટ પ્રતિજ્ઞા આપ જાણો છો, માટે એ વાત... પાછા ફરવાની વાત ના કરો. તપસ્વીઓ ખરેખર, પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારા હોય છે. આહાર મળે કે ના મળે, બંનેમાં સમાન ભાવવાળા હોય છે.'
રાજાએ કહ્યું : ‘આપ સાચું કહો છો મહાત્મન્, પરંતુ મારી જાણકારી મુજબ, આપે રાજમહેલમાં પ્રવેશ નહોતો કર્યો.
રાજમહેલના મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આપની પ્રતિજ્ઞા તો પહેલા ઘરમાં પ્રવેશવા છતાં પારણું ના થાય તો પુનઃ એ ઘરમાં જવું નહીં કે બીજા ઘરમાં જઈ પારણું કરવું નહીં તેવી છે ને?”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
99