________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદેવ ઉદ્યાનમાં વિશાળ વટવૃક્ષની નીચે આચાર્ય ધર્મઘોષ સમાધિસ્થ હતા. તપશ્ચર્યાથી અને પરિપહો સહવાથી એમનું શરીર કૃશ થઈ ગયું હતું, પરંતુ એમની કાન્તિ તપેલા સોના જેવી હતી. એમની આસપાસ દૂર - અને નજીક અનેક શ્રમણો સાધના-મગ્ન હતા.
ખૂબ મનોહર પ્રભાત-વેળા હતી. સ્વચ્છ આકાશમાંથી સૂર્યનાં સોનેરી કિરણો ઉદ્યાનનાં હર્યા-ભર્યાં વૃક્ષો પર અને પુષ્પક્યારાઓ ઉપર શોભાનો વિસ્તાર કરી રહ્યાં હતાં. આચાર્ય ધર્મઘોષે આંખો ખોલી. સ્થિર દૃષ્ટિથી તેમણે સૂર્ય સામે જોયું. જાણે કે એમણે સંવેદન કર્યું - એમના હૃદયમાં દિવ્યપ્રકાશના કિરણો ઉદિત થયાં છે. એ કિરણોથી પૂર્ણ વિશ્વ આલોકિત થાય છે... પવિત્ર થાય છે... અને મુક્તિ તરફ પ્રયાણ કરે છે કે જ્યાં ભય નથી, વ્યાધિ નથી. જ્યાં અમરત્વ છે, જ્યાં અમૃત છે.. જ્યાં આનંદ છે.
તેમનામાં ભાવોદ્રેક થયો : “શોક-નિમગ્ન, વૈષયિક સુખોમાં ગૃદ્ધ અને જન્મજરાથી પીડિત જનતાનો હું ઉદ્ધાર કરું! એ માટે એમને જ્ઞાનનું અમૃત આપું...”
જયપુરમાં અને જયપુરની આસપાસના પ્રદેશમાં આચાર્યશ્રી ધર્મઘોષના શાસ્ત્રજ્ઞાનની, તપશ્ચર્યાની અને સિદ્ધિઓની બોલબાલા હતી. દૂર દૂરથી રાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રીમંતો એમનાં દર્શન-વંદન માટે નાગદેવ ઉદ્યાનમાં આવતા હતા. સર્વત્યાગી અને દેહાસક્તિથી મુક્ત આચાર્યનાં દર્શનથી તેઓ કૃતાર્થ થતા હતા.
હજુ સૂર્યોદય નહોતો થયો.
પૂર્વાકાશની પીળી પ્રભા ઉપર શકનો તાર હીરાની જેમ ઝગમગી રહ્યો હતો.... સિંહકુમારનો નીલપા પ્રાસાદ, નીલપદ્મોના સરોવરની વચ્ચોવચ બન્યો હતો. મહેલની દીવાલો ઉપર નીચેથી ઉપર સુધી વિવિધ રંગની રત્નોની રચના કરવામાં આવી હતી. બહારના પ્રાંગણથી મહેલ સુધી એક સુંદર પુલ હતો, જેની બન્ને બાજુએ સ્વર્ણ-દંડ રોપવામાં આવ્યા હતા. નીલપા સરોવરનું પાણી ખરેખર, નીલમણિ જેવું જ સ્વચ્છ અને ચમકીલું હતું. એ પાણીમાં હમેશાં મોટાં-મોટાં નીલ પદ્મ ખીલેલાં રહેતાં હતાં. સરોવરની વચ્ચે-વચ્ચે કૃત્રિમ ટાપુ બનેલા હતા. તેના ઉપર હંસ, ચક્રવાક. સારંગ જેવાં પક્ષીઓના નિવાસ બનાવવામાં આવ્યા હતા. એ પક્ષીઓનો કલરવ.. નીલ પમોની શોભા... અને નિર્મળ જલમાં મહેલનો ધ્રુજતો પડછાયો.. આ બધું ખરેખર, દર્શનીય હતું. આ મહેલમાં યુવરાજ સિંહકુમાર અને યુવરાજ્ઞી કુસુમાવલી નિવાસ કરતાં હતાં.
૨૭૪
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only