________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એ સંભવિત છે ભગવંત? વૈષયિક સુખો ગમે છે... પ્રિય લાગે છે... એ જ આસક્તિ ને?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ના, ખાંડ જેમ મીઠી લાગે તેમ સુખો પ્રિય તો લાગવાનાં જ, પરંતુ ‘આવાં સુખો મારે જોઈએ જ, સુખો વિના મને ના ચાલે...' આ આસક્તિ છે. સુખોના અભાવમાં જે પાણી વિનાની માછલીની જેમ તરફડે... તે આસક્તિ છે!'
સિંહકુમારની દૃષ્ટિ કુસુમાવલી ત૨ફ ગઈ. કુસુમાવીએ કુમાર તરફ જોયું. આંખોએ ‘આસક્તિ'ની વાત સ્વીકારી લીધી!
‘કુમાર, વૈયિક સુખો ભોગવવા જેવાં નથી, ભોગવવાં પડે તો રચીમાચીને ન ભોગવવાં - આ વૈરાગ્યની ભૂમિકા છે.'
‘ભગવન્, વિષયોમાં મન અને ઇન્દ્રિયો આકર્ષાય છે, આસક્ત થાય છે, એમાં પ્રેરક તત્ત્વ ‘કર્મો’ નથી?’
છે, કર્મો જ પ્રેરક છે, માટે એ કર્મોનો નાશ કરવા માટે ધર્મપુરુષાર્થ કરવાનો ઉપદેશ તીર્થંકરો આપે છે.’
‘ધર્મપુરુષાર્થમાં પ્રેરક તત્ત્વ કયું?'
‘સદ્ગુરુ!’
‘તો પછી અમને ધર્મપુરુષાર્થમાં આપે જ પ્રેરણા આપવી પડશે... અમે આપને જ અમારા ગુરુ માન્યા છે, ભગવંત!’
‘તીર્થંકરોની અમને આશા છે કે સુપાત્ર જીવોને ધર્મપુરુષાર્થમાં પ્રવૃત્ત કરવા નિરંતર પ્રેરણા આપવી!'
‘અમે પ્રતિદિન, જ્યાં સુધી આપની અહીં સ્થિરતા છે ત્યાં સુધી આપનાં ચરણોમાં આવીશું...'
‘તમારી ભાવના પ્રશસ્ત છે.’
ગુરુદેવને પુનઃ વંદના કરી, સર્વે સાધુપુરુષોને વંદના કરી. સિંહકુમાર અને કુસુમાવલી ઉદ્યાનમાંથી બહાર આવ્યાં. રથમાં બેસી રાજમહેલે પહોંચ્યાં,
શ્રી સમરાદિત્ય મહાકથા
મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો હતો. મહારાજા પુરુષદત્ત અને મહારાણી શ્રીકાન્તા બંને, કુમાર અને પુત્રવધૂની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં.
'એમને ગુરુદેવ પાસેથી આવતાં જરા મોડું થયું...’
‘તમે ગુરુદેવ પાસે ગયા... તેથી મને ઘણો આનંદ થયો!' મહારાજાએ અનુમોદન કર્યું.
For Private And Personal Use Only
૨૦૩