________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર સરોવરના તટ ઉપર એક સ્વચ્છ આરસની વેદિકા પર બેઠો હતો. પૂર્વાકાશમાં તગતગી રહેલા શુકના તારાને એકીટસે જોઈ રહ્યો હતો. તેના મુખ પર ઉદાસીનતા હતી. તેના મનમાં અનેક વિચારો આવતા હતા ને જતા હતા. એ વિચારી રહ્યો હતો પોતાના ભૂતકાળને અને ભવિષ્યકાળને. એની ભીતરમાં એક તંદ્ર ચાલી રહ્યું હતું.
પાપ અને પુણ્ય... સુખ અને દુઃખ... ત્યાગ અને વૈરાગ્ય...
આ બધાં તત્ત્વો સાથે પોતાના જીવનમાં સમન્વય સાધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.. ત્યાં, તેની પાછળ આવીને કુસુમાવલી ક્યારની ઊભી રહી ગઈ હતી. તેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. તેણે પોતાના અંબોડામાં નીલ પuોને ગૂંથેલાં હતાં. એના દેહમાંથી તેજ.. આભા... પ્રકાશ માધુર્ય અને કોમળતાનું અખંડ ઝરણું વહી રહ્યું હતું. એના ગળામાં મોટાં-મોટાં મોતીઓની માળા શોભતી હતી.
તેણે સિંહકુમારને ધ્યાનભગ્ન કર્યો : “મારા નાથ, અહીં એકલા-એકલા ક્યારે આવીને બેસી ગયા?” તે કુમારની સામે આવીને, બે હાથ જોડીને, મિતને વિખેરતી બોલી. કુમાર કુસુમાવલીને જોઈ રહ્યો... જોતો જ રહી ગયો... “આ રૂ૫? આ યૌવન? આ મદ? આ સૌરભ? અદભુત છે બધું... છતાં આચાર્ય કહે છે આ બધું વિનાર છે! નાશવંત છે!' કુમાર હજુ વિચારોમાંથી બહાર આવતો નથી... કુસુમાવલી કુમારનાં ચરણો પાસે બેસી ગઈ... ગુલાબની પાંખડીઓ જેવા ચરણો ઉપર પોતાની બે હથેળીઓને ફેરવતી તે બોલી... બોલી શું જાણે વીણાના તાર ઝણઝણી ઊઠ્યા.
શું વિચારો છો નાથ? મને નહીં કહો. હું તમારાથી ભિન્ન નથી. હું તમારું હૃદય છું. હું તમારું ચિત્ત છું. અને હું તમારી સર્વસ્વ છું...!”
કુસુમ, સંબંધોની વિનશ્વરતા... ક્ષણિકતાની વાતોએ મારા મનમાં દ્વન્દ્ર પેદા કર્યું છે. કંઈક ભય લાગે છે... તો ક્યારેક
સત્યના સાક્ષાત્કારનો આનંદ અનુભવાય છે. કુસુમ, હું દુનિયાના બીજા બધા સંબંધો પ્રત્યે વિરક્ત થઈ શકે, પણ એક સંબંધ પ્રત્યે વિરક્ત નહીં બની શકે, એમ મને નિશ્ચિત લાગે છે!
એ સંબંધ કોની સાથેનો?” મારી સમક્ષ જે પ્રેમમૂર્તિ બેઠી છે, એની સાથેનો!”
કુસુમાવલી ભાવવિભોર થઈ ગઈ. તેની આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેણે કુમારના બે હાથ પોતાના હાથમાં લઈ લીધા.
“હું જીવું છું. ત્યાં સુધી આપે વિરક્ત બનવાનું પણ નથી... જે ક્ષણે આપ વિરક્ત શ્રી સમરાદિત્ય મહાકથા
૨૭૫
For Private And Personal Use Only