________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનશો.. એ દિવસે આ દેહમાં પ્રાણ...” કુમારે એના મુખ પર પોતાનો હાથ દાબી દીધો. કુમારે વાત બદલી નાંખી.
એ ર્તા કહે. આચાર્ય ઘર્મઘોષનું વ્યક્તિત્વ તને કેવું લાગ્યું તેમની પ્રતિભા... તેમનું તેજ...?'
અદભુત! તેમનું બધું જ અદ્દભુત લાગ્યું! પહેલા જ દર્શને હું પ્રભાવિત થઈ ગઈ.. પછી તો જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યેની ભક્તિ વધતી ગઈ. ચાર ગતિઓમાં જીવોના પરિભ્રમણનું કેવું સ્પષ્ટ ચિત્ર દોરી દીધું! સુખ અને દુઃખની વાસ્તવિકતા કેવી સરસ રીતે સમજાવી દીધી? આવી બધી હૃદયસ્પર્શી વાતો પહેલી જ વાર આ મહાત્માના મુખે સાંભળી.
જો કે કુળની વૃદ્ધ સ્ત્રીઓના મુખે અને સખીઓના મુખે મેં દેવ-દાનવો અને પ્રેતોની વાતો સાંભળી હતી. સિદ્ધ યોગી પુરુષોના વિષયમાં પણ થોડુંઘણું સાંભળેલું.. એના ઉપર વિચારો પણ કરતી. મારણ, ઉચ્ચાટન, વશીકરણની વાતો તરફ કુતૂહલ જાગતું! પરંતુ એ બધું મારા હૃદયમાં જચતું ન હતું. ક્યારેક ભવિષ્યવેત્તાઓના મુખે ભવિષ્ય સાંભળતી.. અને હસતી હતી. આ બધાનો ઉદ્દેશ્ય એક માત્ર સુખ ભોગનો જ હતો. વૈષયિક સુખોની જ વાતો... જો કે વૈષયિક સુખો મને ગમે છે. ખૂબ ગમે છે.... છતાં એની વાતો મને કંટાળો આપતી હતી... જ્યારે આચાર્ય ધર્મઘોષની વાતોથી મને ખૂબ આનંદ થયો... નાથ, આપ જ્યારે જ્યારે આચાર્યશ્રીની પાસે જાઓ ત્યારે મને સાથે લઈ જજે.”
કુસુમાવલી અવારનવાર આ નીલમણિ-સરોવરનાં સ્વચ્છ જલમાં પોતાના અપ્રતિમ અંગસૌષ્ઠવને જોઈને ખૂબ પ્રસન્ન થઈ જતી. એ સમયે એની શાન્ત પડી ગયેલી વાસનાઓ... એક-પછી એક. એના અંગ-પ્રત્યંગમાં પ્રવેશી જતી. ને એ મુક્ત રીતે હસી પડતી. એનું હૃદય રૂ૫ના ગર્વથી અને તેજથી ભરાઈ જતું. પછી એ સિંહકુમારને યાદ કરતી... અને એના વિચારોમાં ખોવાઈ જતી.. પોતાના પરમ સૌભાગ્યથી કૃતાર્થતા અનુભવતી.. ત્યાં તો સિંહકુમારને પોતાની સામે ઊભેલો જોતી! સૂર્ય જેવા તેજસ્વી... દેદીપ્યમાન કુમારના ગૌર મુખને જોઈ એ પોતાનો સંયમ ખોઈ બેસતી. અને જ્યારે કુમાર એના અદૂભુત રૂપની પ્રશંસા કરતા ત્યારે તે શરમાઈ જતી. ઘડી-બે ઘડી પ્રેમાલાપમાં પસાર થઈ જતી.. પછી બંને પતિ-પત્ની મહેલમાં આવી જતાં.
આજે પ્રેમાલાપના બદલે... ધર્માલાપ થયો. કારણ કે એ બંનેની વચ્ચે આચાર્યશ્રી ધર્મઘોષે પોતાનું આસન જમાવી દીધું હતું.
૦ ૦ ૦
છે
ભાગ-૧ # ભવ બીજો
For Private And Personal Use Only