________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે સિંહકુમાર અને કુસુમાવલી કંઈક વહેલાં નાગદેવ ઉદ્યાનમાં આવી ગયાં હતાં. તેમણે વિશાળ ઉદ્યાનમાં એક મોટું ચક્કર માર્યું. ઉદ્યાનમાં દેશ-વિદેશનાં અનેક વૃક્ષો ઊગેલાં હતાં. અને એ વૃક્ષોનું સિંચન કરવા માટે એક વાવ બનાવવામાં આવી હતી. એ વાવમાંથી નાની નાની નીકો દ્વારા ઉદ્યાનમાં સર્વ વૃક્ષોને અને સર્વ છોડીને પાણી પિવડાવવામાં આવતું હતું. એ વાવડીની ચારે બાજુ કૃત્રિમ નાના પહાડો બનાવવામાં આવ્યા હતા, સ્તંભો અને કલાત્મક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. એનાં પ્રતિબિંબ વાવડીનાં નિર્મળ જળમાં ઝિલાતાં હતાં અને મનમોહક દશ્યો સર્જાતાં હતાં. ઠેરઠેર લતામંડપો... લતાકુંજોની રચના કરવામાં આવી હતી. વિવિધ રંગોનાં પુષ્પોની સુગંધથી આકર્ષાઈને અનેક ભ્રમરવૃંદો ગુંજારવ કરતાં હતાં.
સિંહકુમાર અને કુસુમાવલી ધીરે ધીરે એ માર્ગેથી જ્યાં ગુરુદેવ બિરાજતા હતા, તે તરફ આવ્યાં. એ બાજુ માટી અને ઘાસની સેંકડો કુટિરો બનાવવામાં આવેલી હતી. પરાપૂર્વથી ત્યાં સાધુપુરુષો નિવાસ કરતા હતા. એ પ્રદેશ એવો હતો કે ત્યાં સાધ્વાચારોનું યથોચિત પાલન થઈ શકતું હતું અને સાધુઓને પ્રાયોગ્ય એકાંત મળતું હતું. તેમણે અનેક સાધુઓને સ્વાધ્યાય કરતાં જોયા... માળા ગણતા જોયા... સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાનસ્થ ઊભેલા જોયા.... નરી પવિત્રતાનું વાતાવરણ જોયું. કુસુમાવલી બોલી ઊઠી : “કેવું નિઃસંગ..... નીરાગી. અને નિસર્ગની ગોદમાં જિવાતું ઉત્તમ જીવન છે! સાચે જ, આવા મહાત્માઓ જ મુક્તિ પામી શકે. આમની મુક્તિ થવી જ જોઈએ. હવે આ સંસારમાં આ મહાત્માઓ નહીં રહી શકે...'
તેઓ આચાર્યદેવની નિકટ પહોંચી ગયા. મસ્તકે અંજલિ જોડી નમન કર્યું અને વિધિવત્ વંદના કરી. ગુરુદેવે બંનેને “ધર્મલાભ' બોલીને આશીર્વાદ આપ્યા.
સ્વચ્છ ભૂમિ ભાગ ઉપર વિવેકથી યુવરાજ-યુવરાણી બેઠાં. આચાર્યદેવના તેજોમય મુખારવિંદને જોતાં રહ્યાં... કુમારે ગુરુદેવને વિનમ્ર શબ્દોમાં વિનંતી કરી : “ભગવંત, આજે એવો જ્ઞાન-પ્રકાશ આપો કે વૈષયિક સુખોની નિસારતા સમજાય. અને ધર્મનું પ્રયોજન સમજાય.”
આચાર્યદેવે મધુર-ગંભીર સ્વરમાં કહ્યું : આજે તમને હું એક ઉપનય-કથા કહીશ. એ કથાથી તમારી જિજ્ઞાસા સંતોષાઈ જશે.
જીવરાજ નામનો એક પુરુષ હતો. દરિદ્રતાએ એને કચડી નાંખ્યો હતો. ઘરબાર છોડી એ પરદેશ જવા ચાલી નીકળ્યો... ચાલતો જ ગયો. ગામ નગર.... જંગલો... ખીણો... વટાવતો તે ચાલ્યો જાય છે. પરંતુ તે માર્ગ ભૂલ્યો. તે એક નિબિડ જંગલમાં જઈ ચડ્યો. ત્યાં સાલવૃક્ષો હતાં, તમાલ-વૃક્ષો હતાં, બકુલ અને તિલકનાં વૃક્ષો હતાં.. ખાખરા.... નેતર.... લીમડા.. વડ. આંબા જાંબુ. વગેરે અનેક જાતનાં વૃક્ષોની ઘટાઓ હતી. જ્યાં સૂર્યનાં પ્રખર કિરણો પણ પ્રવેશ કરી શકતાં ન હતાં. લાલ-લાલ પુષ્પોના હજારો છોડ એ ભૂમિભાગ ઉપર છવાયેલા હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
૭
For Private And Personal Use Only