________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વનપ્રદેશમાં વાઘ, રીંછ, શિયાળ, હાથી, સિંહ, રોઝ, ગેંડા... મૃગ... બળદ વગેરે અસંખ્ય પશુઓ સ્વચ્છેદ વિહાર કરી રહેલાં હતાં, વનપાડાઓનાં ઝુંડ ઊંડા જળાશયોમાં ચીસો પાડતા... ઉન્મત્ત બનીને ક્રીડા કરતાં હતાં. વન્ય પશુઓની તીવ્ર ચીસોથી વાતાવરણ અતિ ભયાનક લાગતું હતું.
આવા ભયાનક વનમાં જીવરાજ જઈ ચઢ્યો. હિંસક પશુઓથી બચવા તે આમ-તેમ આથડે છે. તેને અત્યંત ભૂખ લાગી છે. તીવ્ર તરસ લાગી છે... ભય અને આતંકથી તેની આંખો પહોળી થઈ ગઈ છે. તેના શરીરે પરસેવો વળી ગયો છે.... અત્યંત થાકથી તે નિરાશ થઈ ગયો છે. કઈ દિશામાં જવું - તેને સમજાતું નથી. ઊંચા-નીચા માર્ગો પર ચાલતાં તે ઠોકરો ખાય છે, જમીન ઉપર પટકાય છે. લમણે હાથ દઈને ભયાક્રાન્ત દૃષ્ટિથી ચારે દિશાઓમાં જુએ છે.. ત્યાં તેણે એક ભયાનક દશ્ય જોયું. તે થરથરી ગયો. પ્રલયકાળનાં ઘનઘોર વાદળ જેવો કાળો... અને પ્રચંડ મેઘગર્જનાઓ કરતાં પણ તીવ્ર ગર્જનાઓ કરતો વનહાથી દોડતો.. એના તરફ આવતો જોયો...
બીજી બાજુ વિરુદ્ધ દિશામાંથી ભયંકર અટ્ટહાસ કરતી અને કાળાં વસ્ત્રવાળી રાક્ષસીને આવતી જોઈ. એના બંને હાથમાં લબકારા મારતી નાગણની જીભ જેવી કટારીઓ હતી. જીવરાજના હોશ ઊડી ગયા... તે ઊભો થયો. તેણે પૂર્વ દિશા તરફ જોયું. ઉદયાચલના શિખર જેવું અતિ ઊંચું એક વડનું વૃક્ષ જોયું... એને વિચાર આવ્યો : આ વૃક્ષ ઉપર જો ચઢી જાઉં... તો પેલો હાથી મને કંઈ ના કરી શકે... અને રાક્ષસી પણ મને ના જોઈ શકે.. તે દોડ્યો. તેના પગમાં સોય જેવું તીર્ણ ઘાસ ભોંકાય છે... લોહી નીકળે છે... છતાં તે દોડ્યો એ વડના વૃક્ષ પાસે! પરંતુ એ નિરાશ થઈ ગયો. એ આકાશને આંબતા વૃક્ષ પર ચઢવું એના માટે શક્ય જ ન હતું..
પેલો હાથી એના તરફ આવી રહ્યો હતો. પેલી રાક્ષસી પણ એનો જ શિકાર કરવા આવી રહી હતી. તે ધ્રૂજી ઊઠ્યો. તેના મુખ ઉપર શ્યામતા છવાઈ ગઈ.. તે વૃક્ષની આસપાસ છુપાઈ જવાની જગા શોધવા દોડવા લાગ્યો....
ત્યાં એણે ઘાસથી ઢંકાઈ ગયેલો વિશાળ કુવો જોયો... અને “જીવીશ કે મરીશ..” એમ વિચારીને કૂવામાં પડતું મૂકી દીધું. કૂવામાં પડતાં જ, કૂવાની ભીંતમાં ઊગેલું ધાસ એના હાથમાં આવી ગયું... તેણે મજબૂત રીતે પકડી લીધું. એ કૂવા ઉપર પેલા વડના વૃક્ષની એક ડાળી લટકતી હતી. જીવરાજે એક હાથ લાંબો કરીને, એ ડાળી પકડી લીધી... તે કૂવામાં લટકીને રહ્યો. - હવે તેને કૂવામાં ઝાંખું-ઝાંખું દેખાવા લાગ્યું. કૂવાની ભીંતોની બખોલોમાં તેણે મોટા મોટા ભયંકર સર્પો જોયા. તે સર્પો ગુસ્સામાં હતા. તેમની આંખોમાંથી અંગારા વરસતા હતા. તેમની જીભ જાણે અગ્નિજવાળાઓ હતી. ઊંચી ફણાઓને ડોલાવતા... ૨૭૮
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only