________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપોવન નજીક આવતાં એક તાપસકુમારે આંગળી ચીંધીને રાજાને કહ્યું : “આ અમારું “સુપરિતોષ'તપોવન છે!”
બહુ જ રમણીય અને આલાદક છે!” રાજાના મુખમાંથી તપોવનની પ્રશંસાના શબ્દો સરી પડ્યા.
તપોવનમાં પ્રવેશ કરી તાપસકુમાર રાજાને સીધા કુલપતિની પર્ણકુટી તરફ લઈ ચાલ્યા. રાજાએ તપોવનમાં અનેક તાપસીનાં દર્શન કર્યા. તપોવનના કુદરતી સૌન્દર્યને નિહાળ્યું. તાપસકુમારે રાજાને કહ્યું :
“મહારાજ, આ પર્ણકુટી અમારા કુલપતિ આર્ય કૌડિન્યની છે.' પર્ણકુટીના દ્વારે જ કુલપતિ પ્રસન્ન મુખમુદ્રામાં ઊભા હતા. તેમણે રાજા ગુણસેનને આવકાર આપ્યો. રાજા, કુલપતિનાં દર્શન કરી હર્ષવિભોર બની ગયા. રાજાને બેસવા માટે તાપસકુમારે દર્ભાસન આપ્યું. મંત્રીને પણ આસન આપ્યું. રાજાએ કુલપતિને બે હાથ જોડી ભક્તિભાવથી કહ્યું :
હે મહાત્મનું, આપે મારા પર મહાન કૃપા કરી, મારી પાસે આ બે વિનીત તાપસકુમારોને મોકલ્યા.. આપનાં દર્શન કરી હું ધન્ય બની ગયો. ખરેખર, જીવોને પરિતોષ આપનારું આ તપોવન છે. એનું નામ સાર્થક છે. તે ઉપકારી, આ તપોવનમાં આપને કોઈ પ્રતિકૂળતાઓ તો નથી ને? તપસ્વજનો કુશળ છે ને?'
“રાજન, પરમાત્માની અચિંત્ય કૃપાથી “તપોવન'માં કુશળતા છે. સર્વે તાપસી સ્વસ્થ અને પ્રસન્ન છે. તમારા રાજ્યમાં અમને કોઈ પ્રતિકૂળતા નથી. વસંતપુરના નાગરિકોની અમારા પ્રત્યે ભક્તિ છે, પ્રેમ છે... તેઓ પ્રતિદિન “તપોવનની કાળજી રાખે છે. રાજેશ્વર, તમારા અહીં આવવાથી મને આનંદ થયો છે.'
પ્રશાંત મુદ્રા જોઈને અને ઉપશમરસભરી વાણી સાંભળી રાજા ગુણસેન, કુલપતિ તરફ અનિમેષ નયને જોઈ રહ્યો. થોડી ક્ષણો મૌનમાં વીતી. અને ગુણસેનની કલ્પનામાં મહારાજા પૂર્ણચન્દ્ર અને માતા કુમુદિનીનું તપોવન સાકાર થયું. તેનાથી બે હાથ જોડાઈ ગયા... મસ્તક નમી પડ્યું.... આંખો ભીની થઈ ગઈ... કુલપતિએ રાજાના મુખ પર ભાવપરિવર્તન જોયું. રાજન, કયા વિચારમાં તમે સરી પડ્યા?'
મહાત્મન, મારી માતાએ અને મારા પિતાએ, તેમનું શેષ જીવન આવા જ તપોવનમાં વિતાવ્યું હતું. હું અવારનવાર એમની કુશળપૃચ્છા કરવા એ તપોવનમાં જતો હતો. તેમનાં દર્શન કરતો હતો, તેમના ધર્મોપદેશને સાંભળતો હતો. અહીં આ તપોવન જોઈને.. એ તપોવન અને એ પૂજ્ય માતા-પિતા યાદ આવી ગયાં...'
રાજન, મનુષ્યજીવનનું અંતિમ કર્તવ્ય આત્મકલ્યાણ કરવાનું છે. તે માટે જ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે. નિવૃત્તિમાર્ગનું અવલંબન લેવું જ પડશે.”
પB
ભાગ-૧ = ભવ પહેલો
For Private And Personal Use Only