________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા ગુણસેન અમોને રમાડવામાં, ખેલાવવામાં નિષ્ણાત હતા. એક પછી એક, પાંચે અથોને ખૂબ ખેલાવ્યા. અર્થ પ્રહર પસાર થઈ ગયો.
“ચાલો, હવે આપણે સહસામ્રવનમાં જઈએ.” મહામંત્રીએ પોતાનો અન્ય એ ઉઘાન તરફ વાળ્યો. પાછળ ગુણસેન અને તેમની પાછળ બીજા અશ્વો સાથે અશ્વપાલકો ચાલ્યા. સંસામ્રવનમાં સુંદર ઉઘાન હતું. ગુણાસન ઉદ્યાન જોઈને આનંદિત થઈ ગયા, મહામંત્રીએ પહેલેથી જ ત્યાં આમ્રવૃક્ષોની ઘટામાં આવેલા લતામંડપમાં એક સિહાસન મુકાવી દીધેલું. ખાન-પાનની સામગ્રી પણ ત્યાં મુકાવી દીધી હતી.
રાજા ગુણસેન લતામંડપમાં સિંહાસન પર બેઠા. તેઓ મહામંત્રીની સાથે વાર્તાલાપ કરે છે, ત્યાં અચાનક બે સૌમ્યાકૃતિવાળા તાપસકુમારો આવી ચઢચા.
“મહારાજા, ‘તે શરૂ તાપસકુમારોએ રાજાને આશીર્વાદ આપ્યા. તેમના હાથમાં નારંગીનાં અને કોઠાનાં ફળ હતાં, તે ફળ તેમણે રાજાને આપ્યાં. રાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. તાપસકુમારોને બે હાથ જોડી, મસ્તક નમાવી પ્રણામ કર્યા. બેસવા માટે વિનંતી કરી, પરંતુ તેઓ ઊભા રહ્યા. તેમણે કહ્યું :
“હે મહારાજ, અમારા પુનામધેય કુલપતિએ આપના શરીરની કુશળપૃચ્છા માટે અમને આપની પાસે મોકલ્યા છે. કારણ કે આપ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચાર આશ્રમોના પાલક અને સંરક્ષક છો. ધર્મઅધર્મની વ્યવસ્થા કરનારા છો.'
રાજા, સુકોમળ, ભગવા વસ્ત્રધારી અને સૌમ્ય મુખાકૃતિવાળા બે તાપસકુમારોને જોઈ રહ્યો. તેમની વિનયયુક્ત મધુર વાણી સાંભળી આનંદિત થયો. તેણે પૂછ્યું :
હે પૂજ્ય, તે ભગવંત કુલપતિ ક્યાં બિરાજે છે? સુપરિતોષ' નામના તપોવનમાં.' એ તપોવન અહીંથી કેટલું દૂર છે?” “બહુ દૂર નથી, બહુ નજીક નથી.” રાજાને તાપસકુમારો ગમ્યા હતા, “સુપરિતોષ' નામ ગમ્યું. તેમણે મહામંત્રી સામે જોયું, અને કહ્યું : “આપણે તપોવનમાં જઈએ. કુલપતિનાં દર્શન કરીએ... અનેક તપસ્વી તાપસોનાં દર્શન કરીએ અને તપોવનની વ્યવસ્થા પણ જોઈએ.”
સાચી વાત છે મહારાજા, કુલપતિએ તાપસકુમારોને મોકલીને આપની કુશળતા પુછાવી છે... તો આપણે એ સાધુપુરુષોની કુશળતા પૂછવા જવું જોઈએ.'
તો આપણા બે અથો રાખીને, બીજા અશ્વોને અશ્વપાલકો સાથે રાજમહેલ મોકલી દો.'
રાજા અને મંત્રી, બે તાપસકુમારો સાથે તપોવન તરફ ચાલ્યા. એક અશ્વપાલક બે અશ્વોને લઈ, પાછળ-પાછળ ચાલ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
પ3
For Private And Personal Use Only