________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
११
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા, એ મહાતપસ્વી અગ્નિશર્માએ અનશન અંગીકાર કરી લીધું છે. તે અત્યંત ક્રોધમાં છે. અન્ય તાપસોની સમક્ષ એ આપનો જ દોષાનુવાદ કરે છે... અને આપના પ્રત્યે એના મનમાં તીવ્ર વેર-ભાવના છે.'
પુરોહિત સોમદેવે જે મુખ્ય ચાર વાતો જાણી હતી, તે મહારાજા ગુણસેનને કહી સંભળાવી. મહારાજા આ વાતો સાંભળીને અત્યંત વિક્ષુબ્ધ બન્યા.
‘અહો, એ મહાત્માના મનમાં મારા પ્રત્યે કોઈ વેર-ભાવના ન રહે, એ માટે મેં કેટલો બધો પ્રયત્ન કર્યો? સતત એક મહિના સુધી, તપોવનમાં જઈને એ મહાત્માની સેવા કરી, ભક્તિ કરી... પરંતુ છેવટે... હું એમને પારણું ન જ કરાવી શક્યો... અને એ મહાત્માને મેં મરણાંત કષ્ટ આપ્યું. સોમદેવ, હું તપોવનમાં જઈને... એ મહાત્માનાં દર્શન કરી, એમની ક્ષમા માગીશ. જો કે હું ક્ષમાપાત્ર નથી, એ વાત હું જાણું છું, પરંતુ ક્ષમાયાચના કર્યા વિના મારો વિષાદ હળવો નહીં થાય.'
સોમદેવ મૌન રહ્યા.
મહારાજાએ તેમને વિદાય આપી.
દુઃખી હૃદયે સોમદેવ ચાલ્યા ગયા. મહારાજાએ અંતઃપુરમાં કહેવરાવ્યું કે ‘મહાતપસ્વી અગ્નિશર્માનાં દર્શન કરવા મહારાજા સપરિવાર જાય છે. મહારાણી વસંતસેના સિવાય તમામ રાણીઓએ મહારાજાની સાથે પગે ચાલીને તપોવનમાં જવાનું છે.’
કલહંસિકાઓથી પરિવરેલા રાજહંસ જેવો રાજા, રાણીઓના પરિવાર સાથે પગે ચાલતો તપોવનના દ્વારે પહોંચ્યો. એક મુનિકુમારે નિર્મળ ભાવથી અગ્નિશર્માને
રાજાના આગમનના સમાચાર આપ્યા.
‘અરે મુનિકુમાર, તમે શીઘ્ર કુલપતિને અહીં લઈ આવો. મારે એ દુષ્ટ દંભી રાજાનું મોઢું જોવું નથી.'
મુનિકુમાર અગ્નિશર્માના આગ જેવા શબ્દો સાંભળી ગભરાઈ ગયો. તે દોડીને કુલપતિ પાસે ગયો. ગભરાતાં-ગભરાતાં તેણે કુલપતિને કહ્યું : ‘હે પૂજ્ય, આપને મહાતપસ્વી અગ્નિશર્મા યાદ કરે છે.
કુલપતિ, એમનાં કાર્યો પડતાં મૂકી ત્વરાથી અગ્નિશમાં પાસે ગયા. કુલપતિનો પૂજા-સત્કાર કર્યા વિના, વિનય-વિવેકને કોરાણે મૂકી અગ્નિશર્માએ કહ્યું : 'એ અધમ રાજાનું કાળું મુખ હું હવે જોઈ શકું એમ નથી. માટે એને જે કંઈ કહેવું હોય ભાગ-૧ ૦ ભવ પહેલો
૪
For Private And Personal Use Only