________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કહીને રવાના કરી દો.'
અગ્નિશર્માનાં કઠોર વચન સાંભળી કુલપતિનું અંતઃકરણ ઘવાયું. ‘આ તપસ્વી અવશ્ય ઉગ્ર કષાયથી ઘેરાઈ ગયો લાગે છે. આનું ચિત્ત કષાયથી કલુષિત થઈ ગયું છે... આ સમયે રાજા ગુણસેનને આની પાસે દર્શનાર્થે નહીં આવવા દેવો જોઈએ. તેને બારોબાર વિદાય આપી દેવી- એ જ મને ઉચિત લાગે છે. જો આ તપસ્વી રાજાને જોશે... તો ભડકો થઈ જશે... ભાન ભૂલીને અગ્નિશમાં ન બોલવાના શબ્દો બોલશે. રાજાના હૃદયને વીંધી નાંખશે... બાળી નાંખશે.
તાપસકુમારને લઈને કુલપતિ આર્ય કૌડિન્ય, જે તરફથી રાજા સપરિવાર આવી રહ્યો હતો તે દિશામાં પચાસેક પગલાં સામે ગયા. કુલપતિએ ઉદાસ અને ઉદ્વિગ્ન રાજાને રાણીઓના પરિવાર સાથે પગે ચાલીને આવતો જોયો. કુલપતિનું હૃદય દુભાયું.
* રાજાએ સપરિવાર, કુલપતિને વિનયથી પ્રણામ કર્યાં.
* કુલપતિએ સહુને આશીર્વાદ આપ્યા, અભિનંદન આપ્યાં. *પરિવારસહિત રાજા નતમસ્તકે બે હાથ જોડી ઊભો રહ્યો. * મૌન... વિષાદ... અને આંસુથી વાતાવરણ ભારેખમ થઈ ગયું. કુલપતિએ સહાનુભૂતિથી કહ્યું : ‘રાજન, આ બાજુ આવો, આપણે ચંપકવૃક્ષોની ઘટામાં બેસીએ.’
રાજાએ ભીના સ્વરે કહ્યું : ‘જેવી આપની આજ્ઞા...’
કુલપતિની પાછળ સપરિવાર રાજા ચંપકવૃક્ષોની ઘટામાં ગયા. ત્યાં એક સ્વચ્છ શીલા પર મુનિકુમારે દર્ભાસન મૂક્યું. કુલપતિ તેના પર બેઠા. મુનિકુમાર કુલપતિની પાછળ જઈને ઊભા રહ્યા. રાજા અને રાણીઓનો સમૂહ કુલપતિની આગળ વિનયથી બેઠો.
કુલપતિ બોલ્યા : ‘રાજન, અંતઃપુર સાથે આ રીતે આટલે દૂર પગે ચાલીને આવવાનું અનુચિત કાર્ય કેમ કર્યું?'
રાજાએ દુ:ખી હૈયે કહ્યું : ‘હૈ પૂજ્ય, અમે અનુચિત કરનારા જ છીએ. પ્રમાદથી મહાતપસ્વીને મરણાંત કષ્ટ આપીને મેં અધમ કૃત્ય કર્યું છે. એ મહાત્માને ધર્માંતરાય કરવાનું મહાપાપ કર્યું છે.’
‘વત્સ, સંતાપ ના કર. ભવિતવ્યતા બળવાન હોય છે.'
‘ભગવંત, હવે હું આપના આશ્વાસનને પામવા પણ યોગ્ય રહ્યો નથી. હું તો એ મહાતપસ્વી અગ્નિશર્માનાં દર્શન કરી નિર્મળ બનવા અહીં આવ્યો છું. એ મહાતપસ્વી
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
ЕЧ