________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્યાં બિરાજે છે?’
‘રાજન, આટલો બધો ખેદ ના કરો, એ તપસ્વીએ તમારા પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને અનશન નથી કર્યું. આ તો તપસ્વી-જનોનો આચાર છે કે. ‘આયુષ્યના અંત સમયમાં અનશન કરીને દેહત્યાગ કરવો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પ્રભો, આ બધી વાતો, આપ મને શાન્તિ પમાડવા કરો છો. હું સત્ય હકીકત જાણું છું... એટલે નિરર્થક વાર્તા કરવી નથી. મારે તો એ મહાત્માની પાસે જવું છે.'
‘રાજન, અત્યારે એ મહાત્મા ધ્યાનમાં લીન છે, માટે તમે અત્યારે એના દર્શન નહી કરી શકો. એના ધ્યાનમાં શા માટે અંતરાય કરવો? માટે હમણાં તમે નગરમાં જાઓ બીજા કોઈ દિવસે દર્શન કરવા આવજો.’
રાજાએ મ્લાન મુખે અને દીનભાવે કહ્યું : ‘જેવી આપની આજ્ઞા. ફરી કોઈ સમયે આવીશ.’
રાજા ઊભો થયો. કુલપતિને પ્રણામ કર્યા... અને નગર તરફ ચાલી નીકળ્યો. તેની બધી આશાઓ અને ઉમંગો પર પાણી ફરી વળ્યું હતું. દુઃખ, વેદના અને આંસુ સિવાય એના જીવનમાં કંઈ બચ્યું ન હતું.
કુલપતિની પાછળ ઊભેલા મુનિકુમારના હૃદયમાં રાજા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી હતી. તેઓ રાજાની સાથે તપોવનની બહાર નીકળ્યા અને હળવેથી રાજાને કહ્યું : ‘મહારાજા, કુલપતિનાં વચનો ૫૨ દુઃખ ના લગાડતા. કુલપતિને તો આપના પ્રત્યે અતિ વાત્સલ્ય છે. આ તો જ્યારે આપ તપોવનમાં પધાર્યા, અગ્નિશર્માને સમાચાર મળ્યા, તેમણે કુલપતિને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં અતિ ક્રોધથી કહ્યું : ‘મારે એ પાપી રાજાનું કાળું મુખ જોવું નથી, એને મારી પાસે આવવા ના દેશો... ત્યાંથી જ વિદાય કરી દેશો...' એટલે કુલપતિ આપની સામે આવ્યા અને અગ્નિશર્મા પાસે નહીં જવા માટે આપને કહ્યું. એ કંઈ ધ્યાન ધરતા નથી, એ તો આજ સવારથી, આપના ઘરેથી પાછા આવ્યા પછી, આપના જ દોર્ષા બોલે છે. અતિ ક્રોધ કરે છે...'
ES
મુનિકુમાર ઊભા રહી ગયા.
રાજાએ અને પરિવારે મુનિકુમારને પ્રણામ કર્યા. મુનિકુમારની આખો આંસુભીની થઈ ગઈ. તેઓ સત્વરે તપોવન તરફ પાછા વળી ગયા. તેઓ સ્વગત બોલ્યા : ‘હવે મહારાજા તપોવનમાં ક્યારેય નહીં આવે...’
મહારાજાએ ભોજન ના કર્યું.
For Private And Personal Use Only
ભાગ-૧ ♠ ભવ પહેલો