________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મહાનુભાવ, શું કારણ બતાવું? બહુ મોટો અનર્થ થઈ ગયો છે... એ તપસ્વીના મનમાં મહારાજા ગુણસેન પ્રત્યે ઘોર દ્વેષ જાગી ગયો છે. દિનભર એ તપસ્વી, મહારાજાનો અવર્ણવાદ બોલે છે... એ પોતાની તપશ્ચર્યાને ક્રોધની ભડભડતી આગમાં બાળી રહ્યો છે... એ પરલોકને ભૂલી ગયો છે...' યુવાન તાપસની આંખોમાં આંસુ આવી ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ત્રણ ત્રણ વખત એ તપસ્વી, મહારાજાના આગ્રહથી એમના મહેલે પારણા માટે ગયો. એ જ દિવસે મહારાજાની આસપાસ મહેલમાં શુભ-અશુભ ઘટનાઓ યોગાનુયોગથી બનતી રહી... મહારાજા તેને પારણું ના કરાવી શક્યા...
અમે સર્વે તાપસો મહારાજા ગુણસેનની સાધુજન-વત્સલતા જાણીએ છીએ. છેલ્લા એક મહિનાથી પ્રતિદિન તપોવનમાં આવીને એ મહાનુભાવ સર્વે નાના-મોટા તાપસોની કેવી સેવા-ભક્તિ કરે છે, એ સહુ જાણે છે, એવા ગુણનિધાન રાજા, જાણી-બૂજીને અગ્નિશર્માનું પારણું ના કરાવે. એવું બને જ નહીં.
પરંતુ અગ્નિશર્મા એમ બોલે છે કે રાજા મારો શત્રુ છે. એ જાણી-બૂજીને મારાં પારણાં ચુકાવે છે અને મારી નાંખવાનો એનો આશય છે...’
‘મહાનુભાવ, તમે કોઈને કહેતા નહીં, પરંતુ આ ક્રોધી તપસ્વીએ સંકલ્પ કર્યો છે. ‘મારી તપશ્ચર્યાનું મને જો કોઈ ફળ મળવાનું હોય તો ભવોભવ હું આ દુષ્ટ રાજાને મારનારો બનું!'
ક્રોધના આવેશમાં એકવાર તે અમારા તાપસોની સમક્ષ આ રીતે બોલી ગયો હતો. અરે, એ તો મહારાજાના એવા એવા અવગુણ બોલે છે... કે જે આપણાથી સાંભળી ના શકાય...’
શ્રી સમરાદિત્ય મહાકથા
સાંભળતાં સાંભળતાં સોમદેવની આંખો આંસુભીની થઈ ગઈ. તેમણે લાગણીભર્યા યુવાન તાપસનાં ચરણોમાં વંદના કરી. તાપસ નદીના પટમાં ઊતરી ગયો. સોમદેવ તપોવનની બહાર આવ્યા. અશ્વારૂઢ બની રાજમહેલે પહોંચ્યા.
મહારાજા ગુણસેન સોમદેવની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા.
For Private And Personal Use Only
C3