________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સોમદેવે કહ્યું : ‘મહાત્મ, આપની વાત સાવ સાચી છે. તપસ્વીઓ નિસ્પૃહ જ હોય છે. તેઓ ધન-ધાન્ય, સોનું-રૂપું, મણિ-મોતી... અને વિવિધ રત્નો પ્રત્યે સ્પૃહા વિનાના હોય છે. પશુ-પ્રાણી અને મનુષ્ય તરફ પણ મમત્વ વિનાના હોય છે, પરંતુ ભગવન્, ધર્મઆરાધનાના આધારભૂત શરીર ઉપર ઉપકાર કરનારા આહાર-પાણીની તો એમને અપેક્ષા રહે જ છે. અને આ નગરની પ્રજા સાધુ-સંતોને ઉચિત ભિક્ષા આપનારી છે, એ હું જાણું છું. તેમાંય આપના જેવા મુક્તિમાર્ગને પામેલા, શત્રુ-મિત્ર પ્રત્યે, તૃષ્ણ-મણિ પ્રત્યે અને માટી-સોના પ્રત્યે સમાન ભાવવાળા મહાત્માઓને તો અવશ્ય ભાવભક્તિથી આહાર આપે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માએ કહ્યું : ‘હે ભદ્ર, તમારી વાત સાચી છે. આ નગરના લોકો ભક્તિભાવવાળા છે. એમાં કોઈ શંકા નથી, પરંતુ એક માત્ર રાજા ગુણસેન સિવાય...' મુખ પર બનાવટી આશ્ચર્યનો ભાવ લાવીને સોમદેવે પૂછ્યું :
‘ભગવંત, રાજા ગુણસેને શું કર્યું : તે રાજા તો ધાર્મિક પ્રકૃતિનો સાધુપુરુષોનો ભક્ત સંભળાય છે...'
અગ્નિશર્મા કટાક્ષમાં બોલ્યો : ‘ખરેખર, રાજા ગુણસેન ધાર્મિક છે! એના જેવો બીજો ધાર્મિક કોણ હોય? કે જે નિર્દોષ એવા તપસ્વીને મારવા માટે ઉઘત થાય! એ દુષ્ટ રાજાનું નામ ન લઈશ મારી પાસે.’
સોમદેવે વિચાર્યું : ‘આ તાપસ કોપાયમાન થયેલો છે. લાંબા દર્ભના આસન પર બેઠેલો છે... એટલે જરૂ૨ એણે મહારાજાથી કંટાળીને અનશન અંગીકાર કર્યું લાગે છે... અત્યારે હવે જો હું વાત લંબાવીશ તો એ મહારાજાના, ન સંભળાય તેવા અવગુણ બોલશે. માટે હવે અહીંથી મારે ઊભા થઈને, બીજા કોઈ તાપસ પાસેથી વિશેષ વિગત જાણવી જોઈએ,’
સોમદેવ ઊભો થયો. અગ્નિશર્માને પ્રણામ કર્યા, અને તે નદીના કિનારે-કિનારે ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી એણે એક યુવાન તાપસને નદીમાં સ્નાન માટે જતા જોયો. એના હાથમાં દર્ભનું ઘાસ અને પુષ્પો હતાં. ભગવું અર્ધોવસ્ત્ર પહેરેલું હતું. બદન ખુલ્લું હતું. માથે કાળા વાળની જટા બાંધેલી હતી. મુખ પર સૌમ્યતા હતી.
*
સોમદેવ ત્વરાથી એ તાપસ પાસે પહોંચી ગયા. તાપસને પ્રણામ કરીને પૂછ્યું : ‘મહાત્મનુ, એક વાત પૂછવી છે.' તાપસે મૌન અનુમતિ આપી, ઊભો રહ્યો. ‘મહાત્મનું, મહાતપસ્વી અગ્નિશર્માએ કેવું વ્રત અંગીકાર કર્યું છે?’ ‘આજીવન અન્ન-જલના ત્યાગરૂપ અનશન...'
‘શાથી?’
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ પહેલો