________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ, આપ “ગુણસેન' છો, શા માટે આપ “અગુણસેન” માનો છો તમારી જાતને? કિશોર-અવસ્થા અને યૌવન-અવસ્થા જ એવી છે કે જે અવસ્થામાં ગુણવાન પુરુષો પણ ક્યારેક ન કરવાનું કરી બેસે છે. તમારો કોઈ દોષ નથી.”
મહાત્મા, આપની આ જ મહાનુભાવતા છે, આ જ આપની ક્ષમા છે, આ જ આપની ઉદારતા છે. તપસ્વીઓ ક્યારેય બીજાને અપ્રિય લાગે તેવું બોલતા નથી. તેઓ પ્રિય જ બોલે છે. આપ ચન્દ્ર સમાન શીતલ છો. ચન્દ્રમાંથી શીતલતા જ વરસે! અંગારની વૃષ્ટિ ન જ થાય.
ભદંત, હવે એ વાત નથી કરવી, હવે તો મારે જાણવું છે કે આપનું પારણું ક્યા દિવસે આવે છે?’
મહારાજા, પાંચ દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવશે.” ‘ભદંત, જો આપને બીજું કોઈ કારણ ના હોય તો પારણું મારા ઘરે કરવાની કૃપા કરશો. કુલપતિ પાસેથી આપની પ્રતિજ્ઞાની બધી વાત મેં જાણી છે. માટે અત્યારથી જ તે દિવસના પારણા માટે પ્રાર્થના કરું છું. આપને પારણું કરાવીને ખરેખર, હું અને મારો પરિવાર ધન્ય બની જશે, આનંદિત થઈ જશે.”
“મહારાજા, હજુ પારણાના પાંચ દિવસ બાકી છે. એ દિવસ તો આવવા દો! કોણ જાણે છે કે વચમાં-પાંચ દિવસમાં શું થશે? સ્વપ્ન સમાન આ જીવલોક છે. જ્યારે જીવન-સ્વપ્ન પૂરું થઈ જાય. કોણ કહી શકે? “આ કામ હું આવતી કાલે કરીશ.' આવું કોણ બોલી શકે? કાલે જીવનું જીવન હશે કે કેમ. માટે રાજન, તમને હું કેવી રીતે કહું કે પાંચ દિવસ પછી હું તમારા ઘરે પારણું કરવા આવીશ.'
રાજેશ્વર, જીવોના પરિવર્તનશીલ સ્વભાવ પણ ધિક્કારપાત્ર છે. સવારે જે સ્નેહભાવ હોય છે તે સાંજે નથી હોતો... સાંજે જે ભાવ હોય છે તે બીજા દિવસે નથી હોતો.. માટે રાજન, પારણાનો દિવસ તો આવવા દો..!”
ગુણસેને કહ્યું : “મહાત્મનું, આપે કહેલી વાત તદ્દન સત્ય છે. આપની સમજણ યથાર્થ છે. પરંતુ જો કોઈ વિઘ્ન ના આવે તો પારણા માટે મારા જ ઘરે પધારજો.”
અગ્નિશર્માએ કહ્યું : “મહારાજા, જો તમારો આટલો તીવ્ર આગ્રહ છે તો તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું.'
આપની અનહદ કૃપા થઈ મારા પર..' એમ કહી રાજા ગુણસેન ઊભા થયા. તપસ્વીને નમીને પુનઃ પુનઃ વંદના કરી.
મહામંત્રી, તમે રાજમહેલે જાઓ. મહારાણીને અહીં લઈ આવો અને પૂજનસામગ્રી લઈ આવો. અમે કુલપતિનું પૂજન કરીશું. સાથે સાથે ઉત્તમ પકવાન્ન, ફળો, મેવા વગેરે ભોજનસામગ્રી પણ લેતા આવશો. આજે બધા તાપસીની ભક્તિ કરીશું. તમે
શ્રી સમરાદિત્ય મહાકથા
UG
For Private And Personal Use Only