________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યા છીએ કે મહારાણી ઉપર કોઈ ભૂત, પિશાચ કે વ્યંતરનો ઉપદ્રવ નથી. જે કંઈ છે તે માનસિક છે.”
મદનરેખાએ એ સહુનો ઉચિત સત્કાર કરી વિદાય આપી. મદનરેખાના મનનું સમાધાન તો આ પૂર્વે જ થઈ ગયું હતું. કુસુમાવલીએ કહેલા સ્વપ્નથી જ બધી વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. હવે તો એક જ ઉપાય શોધવાનો હતો : ગર્ભના જીવની અસર માતા ઉપર ના થાય. મદનરેખાએ ઘણા-ઘણા વિચારો કર્યા “સમગ્ર રાજ્યમાં... ક્યાંય પણ એવો પુરુષ મળે ખરો... કે જે આ ઉપાય કરી શકે! ગર્ભનો પ્રભાવ ને પડવો જોઈએ માતા ઉપર...
એવી કોઈ વ્યક્તિ એને ના જડી. એણે બીજો ઉપાય કર્યો. મહારાજા કુસુમાવલીને ઓછામાં ઓછી વાર મળે. જેથી રાણીને જોયાનું ઝેર ન ચઢે. એણે પોતાની રીતે પ્રિયંકરાને સમજાવી, શુભંકરાને સમજાવી. કેવી રીતે મહારાજાને શયનખંડની બહારથી જ પાછા વાળવા!
અને પોતે વધુમાં વધુ સમય કુસુમાવલી પાસે પસાર કરવા લાગી. ધાવમાતા પુષ્પલતા પણ કુસુમાવલીના શયનખંડની આસપાસ ફરતી રહેતી. મહારાણીના ચિત્તને સ્વસ્થ રાખવાના ઉપાયો ચાલતા રહ્યા... પરંતુ બધા બાહ્ય ઉપાયો હતા એ!
કસમાવલીના મનમાં તો દુષ્ટ વિચારોની વણજાર ચાલુ જ હતી.. નવરાશની પળોમાં... ક્રૂર અને ઘાતકી વિચારો આવી જતા હતા. એક દિવસ એને એક ભયંકર ઇચ્છા થઈ આવી. એ પણ અદમ્ય ઇચ્છા! “હું મહારાજાનાં આંતરડાં ખાઉં.’
વિચાર આવી ગયો, પરંતુ વિચાર પર વિચાર કરતાં કુસુમાવલી છળી ઊઠી. મને કેવો ભયંકર વિચાર આવ્યો? આ પાપી ગર્ભનો જ પ્રભાવ છે. મારે આવો પુત્ર નથી જોઈતો. હું ગર્ભપાત કરાવી નાખું.. જેથી ભયંકર વિચારોની ભૂતાવળથી મારો છુટકારો થઈ જાય. પિતાનું અહિત કરનારો આ જીવ બનશે. પણ એ જન્મ તો અહિત કરે ને? હું જન્મ નહીં આપું. હું એનું પેટમાં જ પતન કરાવી નાંખું..”
તેણે ધાવમાતાને અને મદનરેખાને પોતાની પાસે બોલાવ્યાં. પ્રિયંકરાને શયનખંડની બહાર બેસાડીને કહ્યું : “કોઈને પણ અંદર ના આવવા દઈશ.”
તેણે મદનરેખાને કહ્યું : “જુઓ, તમે બંને ગંભીર પેટની છો એટલે એક મહત્ત્વની વાત કહું છું.”
નિઃશંક બનીને કહો દેવી. મદનરેખા બોલી. “હવે આ ગર્ભ મારે નથી જોઈતો. એનો રસ્તો કરી નાંખો.' એટલે દેવી? કંઈક સ્પષ્ટ કહો.'
ભાગ-૧ ૪ ભવ બીજો
308
For Private And Personal Use Only