________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મેં ભાવચારિત્ર અંગીકાર કર્યું છે. એટલે મારા આત્મામાં ‘સર્વવિરતિ'ની સ્થાપના થઈ ગઈ છે. હું હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ... અને પરિગ્રહ વગેરે પાપોથી મુક્ત થયો છું. મારા આત્મામાં વૈરાગ્યનો મહાસાગર ધૂંધવી રહ્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પ્રાણાંત કષ્ટમાં પણ ધીરતા રાખી છે... વીરતાપૂર્વક કષ્ટોને સહન કર્યાં છે, ને હવે આવનારાં કષ્ટોને પણ વીર બનીને સહન કરીશ.
મને ‘સમાધિમૃત્યુ’ જ પ્રાપ્ત થશે. મારું સમાધિમૃત્યુ મહોત્સવરૂપ બનશે... કે જે અનંત ભવોમાં ક્યારેક જ પ્રાપ્ત થાય છે. મૃત્યુનો મહોત્સવ ઊજવવાનો અવસર મને અહીં આ કારાવાસમાં ઊજવવા મળશે! હું બહુ જ પ્રસન્નચિત્ત છું.
કુમાર, બારમી વાત પણ હું ‘મૃત્યુ-મહોત્સવ’ની કરું છું. તું શાન્તિથી સાંભળ : જે પ્રબુદ્ધ મનુષ્યોને આત્મસાક્ષીએ ખાતરી હોય છે કે 'તેઓ મૃત્યુ પછી કાં સ્વર્ગમાં જશે, અથવા સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિ પામશે...' તેવા મહામાનવોનું મૃત્યુ મહોત્સવરૂપ બને છે.
જેઓએ સવિચારો કરીને, સદાચારોનું પાલન કરીને શુભ કર્મો બાંધ્યા હોય, તે શુભ કર્મો જીવને સ્વર્ગમાં લઈ જતાં હોય છે.
જેઓએ હિંસા વગેરે પાપો ના આચર્યાં હોય, તીવ્રભાવે પાપો ના કર્યાં હોય, તે જીવો દેવોકમાં જતાં હોય છે.
જેઓને દાન, શીલ અને તપની આરાધના કરી હોય તેઓ દેવલોકમાં જતાં હોય
છે.
જેઓએ ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા હોય છે, તેવા મનુષ્યો મરીને દેવલોકમાં જતાં હોય છે.
જેઓ શુક્લધ્યાનમાં પ્રવેશ કરતા હોય છે, તેઓ સર્વે કર્મોનો નાશ કરી... મોક્ષમાં જતાં હોય છે.
મારા આત્મસાક્ષીએ નિર્ણય છે કે હું મૃત્યુ પછી દેવલોકમાં જ જવાનો છું. હું નરકગતિ, તિર્યંચગતિ કે મનુષ્યગતિમાં નથી જવાનો...
પછી મૃત્યુનો ભય શાથી હોય?
પછી મૃત્યુ દુઃખરૂપ કેમ લાગે?
મને મારું મૃત્યુ મહોત્સવરૂપ લાગશે... એવા મહોત્સવની હું પ્રતીક્ષા કરી રહ્યો
છું...
કુમાર, તેરમી વાત છે મૃત્યુ-યમરાજની. તું મારી આ વાત ધ્યાનપૂર્વક સાંભળજે :
♦ મૃત્યુને યમરાજ કહેવામાં આવે છે.
* અને યમરાજ ક્રૂર કાળ સર્પ જેવો છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
386