________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજન, તમારી જિજ્ઞાસા પ્રગટ કરી શકો છો.”
બે ક્ષણ મૌન રહી, મહારાજાએ આચાર્યની કરુણાપૂર્ણ આંખોમાં પોતાની આંખો પરોવીને પૂછયું :
“ભગવંત, મેં જાણવું છે કે આપ ગૃહસ્થાશ્રમમાં રાજ કુમાર હતા. આપની પાસે રાજવૈભવ હતો, વિપુલ સંપત્તિ હતી, આપનું અદ્ભુત રૂપ છે. યૌવન છે.. છતાં આપને વૈષયિક સુખો તરફ વૈરાગ્ય કેમ જાગ્યો? શા માટે આવાં દુષ્કર સાધુ-વ્રતો સ્વીકાર્યા?'
આચાર્યશ્રી વિજયસેનના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું : “રાજેશ્વર, આ સંસારમાં વૈરાગ્ય થવાનું કારણ પૂછો છો તમે? રાજન, ડગલે ને પગલે આ સંસારમાં વૈરાગ્યનાં નિમિત્તો મળે છે. જોઈએ જ્ઞાનદૃષ્ટિ! જોઈએ અર્થપૂર્ણ ચિંતન અને વાસ્તવિક અવલોકન...
આ સંસારમાં ચાર ગતિ છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. આ ચાર ગતિમાં અનંત-અનંત જીવાત્માઓ જન્મે છે ને મરે છે. જન્મતા અને મરતા જીવો, અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે. જન્મ અને મરણ, આ જ સંસારનાં બે મોટાં દુઃખ છે. આ બે દુઃખોમાં ફસાયેલા જીવોને સુખ છે જ ક્યાં? જ વીજળીના ઝબૂક જેવી સંપત્તિ.... પવનના સુસવાટા જેવું જીવન... સંધ્યાના રંગ જેવું આ યૌવન... ક્ષણવારમાં આ બધું નાશ પામનારું છે. તેમાં જ્ઞાની સમજદાર મનુષ્યને સુખનો અનુભવ કેવી રીતે થાય? આનંદનો અનુભવ કેવી રીતે થાય?
રાજન, જો સ્વસ્થ ચિત્તે મનુષ્ય ત્રણ પ્રશ્નો પોતાની જાતને પૂછે, તો એનું મન વિરક્ત બને .
હું કોણ છું? છે કયા કારણે અહીં મારો જન્મ થયો?
મૃત્યુ પછી હું કઈ ગતિમાં જન્મીશ? નિરાંતની પળોમાં તમે પૂછજો આ પ્રશ્નો તમારી જાતને!
અને, વિફરેલા સર્પની ફણા જેવા કામ-ભોગોની ભયંકરતા વિચારજો. શરદ ઋતુનાં વાદળો જેવા કામિની-સ્ત્રીઓના કટાક્ષોની ચપળતાને વિચારજો. હાથીના કાન જેવી સંપત્તિની ચંચળતા પર ચિંતન કરજો. વૃક્ષના પર્ણ પર રહેલા જલબિંદુઓ સમાન આ જીવનની ક્ષણિકતા પર ગંભીરતાથી મંથન કરજો..... વૈરાગ્ય પ્રગટ્યા વિના નહીં રહે. મને પણ આવા બધા ચિંતન-મનનથી વૈરાગ્ય થયો હતો.
મહારાજા, ભય-શોક-રોગ અને પ્રિયજન-વિયોગ વગેરે અનેક દુઃખોથી આક્રાન્ત શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦પ
For Private And Personal Use Only