________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો હું કૌશામ્બી જાઉં... ગમે તે રીતે ગુરુદેવના મનનું સમાધાન કરીને જાઉં. તો માતાને પ્રતિદિન જિનવચનો સંભળાવીને, એનો દ્વેષભાવ નામશેષ કરી નાંખું જિનવચનોનો અચિંત્ય પ્રભાવ છે! જિનવચન પાપીને પુણ્યશાળી બનાવે છે. જિનવચન હિંસકને અહિંસક બનાવે છે.
આમેય માતાએ મને કૌશામ્બી આવવા માટે આગ્રહભરી પ્રાર્થના કરી છે. પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો છે.... મારા પ્રત્યે એણે ભક્તિ વ્યક્ત કરી છે... એટલે થોડું પણ હૃદયપરિવર્તન તો થયેલું હોવું જ જોઈએ.
ગુરુદેવને એમ લાગે છે કે માતાનો આ સંદેશો કપટપૂર્ણ હૃદયનો હોવો જોઈએ. માણસ હૃદયમાં વેર રાખીને બહારથી મૈત્રીનો દેખાવ કરી શકે છે. છલ-કપટમાં આવું જ હોય છે. પણ મને... આ જ વાત નથી સમજાતી કે માતા શા માટે છલકપટ કરે! હું લાખ વર્ષથી પણ વધારે વર્ષોથી માતાથી દૂર છું. એણે મને નથી જોયો, મેં એને નથી જોઈ.... વળી વિશેષમાં, હું તો એક સાધુ છું! સંસારના સર્વ પ્રપંચોથી દૂર. સંસારના સર્વ સંબંધોથી મુક્ત... શત્રુ-મિત્ર પ્રત્યે સમાન દૃષ્ટિ રાખનાર છું. અને માતા માટે કોઈની પણ આગળ હું અપ્રિય બોલ્યો નથી. હા, કોઈ પુરુષની સમક્ષ મેં માતાનો અવર્ણવાદ કર્યો હોય, માતા માટે અહિતકારી બોલ્યો હોઉં... અને એ પુરુષે જઈને માતાને કહ્યું હોય, તો હજુય માતાને મારા પર દ્વેષ થાય એવી કોઈ વાત જ નથી.
પિતાજી આવ્યા. તેમણે માતા અંગે કોઈ જ વાત ના કરી. માતા પિતાજી સાથે અહીં ના આવી... આ વાતનું કોઈ વિશેષ મહત્ત્વ મને નથી લાગતું. પિતાજીને મારા નિમિત્તે માતા પ્રત્યે અણગમો હતો જ. જ્યારથી એમને ખબર પડી હતી કે મારી માતા મને મારી નાંખવા પ્રયત્ન કરે છે, ત્યારથી એમને માતા પ્રત્યે નફરત થઈ ગઈ હતી. પરંતુ આ વાત લાખ વર્ષ પહેલાની છે. મારા ગૃહત્યાગ પછી માતાનો અને મારો કોઈ સંબંધ જ રહ્યો નથી. મારા મનમાં માતા સાથે નથી પ્રેમસંબંધ કે નથી દ્વેષસંબંધ. મેં સર્વ સંબંધોને મારા મન પરથી ધોઈ નાંખ્યા છે.
પરંતુ જિનવચન કહે છે કે સાધુ બન્યા પછી પણ, માતા-પિતાના ઉપકારો ભૂલવાના નથી. માતા-પિતાના શ્રેય માટે સાધુ બની ગયેલા પુત્ર પણ ઉચિત કર્તવ્યનું પાલન કરવાનું છે. આ લૌકિક સંબંધની વાત નથી, અલૌકિક સંબંધની વાત છે. મને વૈષયિક ભૂમિકા પર, માતા પ્રત્યે કોઈ જ મમત્વ નથી. આધ્યાત્મિક ભૂમિકા પર આકર્ષણ છે. માતાનું આત્મહિત કરવા માટે મન ખેંચાયા કરે છે. કારણ કે માતાએ પોતાના સંદેશામાં કહેવરાવ્યું છે કે, “તમે અહીં આવીને મારા યોગ્ય ધર્મ મને આપો.”
વૃક્ષઘટામાં બેઠેલી કોયલે ગાન શરૂ કર્યું. શિખીકુમાર એક શિલાખંડ ઉપર રજોહરણથી પ્રમાર્જન કરીને બેઠા. તેઓ આત્મચિંતનમાં ડૂબી ગયા.
શું હું કોઈ ભયથી આક્રાન્ત છું? ના, હું અભય છું. કારણ કે જે કંઈ ભૂત૪૭૨
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only